Western Times News

Gujarati News

બિહારમાં કાયદો અને વ્યવસ્થાના મુદ્દે એનડીએમાં તિરાડ ઉભી થઇ

પટણા: બિહારમાં કાયદો અને વ્યવસ્થાને વિરોધ પક્ષોએ મુદ્દો બનાવી લીધો છે છેલ્લા કેટલાક સમયથી સત્તારૂઢ એનડીએની અંદર પણ અવાજ ઉઠવા લાગ્યો છે નવો મામલો ભાજપના સીતીમઢીના ધારાસભ્ય મિથિલેશ કુમારના નિવેદનનો છે જેમાં તેમણે પોતાના વિસ્તારમાં વધતા અપરાધને લઇ ચિંતા પ્રગટ કરી છે એટલું જ નહીં તેમણે બિહારમાં બીજીવાર જંગલ રાજની આહત સંભળાઇ રહી છે. મિથિલેશ કુમાર આ પહેલા પણ બિહારમાં બગડતી કાયદો અને વ્યવસ્થાને લઇ ચિંતા પ્રગટ કરી ચુકયા છે આ ઉપરાંત ભાજપ પ્રદેશ અધ્યક્ષ ડો.સંજય જાયસવાલ સહિત ભાજપના અનેક અન્ય નેતા પણ કાયદો વ્યવસ્થાને મુદ્દા પર નીતીશ સરકારને કઠેડામું ઉભી કરી ચુકયા છે તમમે મુખ્યમંત્રીથી સ્થિતિમાં સુધારની માંગ કરી છે.

મિથિલેશકુમારે કહ્યું કે અપરાધીઓને પોલીસનો ભય રહ્યો નથી આ કારણે સીતામઢીમાં એક દિવસમાં ત્રણ ત્રણ અપરાધિક ધટનાઓ થઇ રહી છે પાંચ વર્ષના માસુમ સહિત બે લોકોની હત્યા કરી દેવામાં આવી લુંટની પણ એક ઘટના બની સીતામઢીમાં ગત ૧૦ દિવસી અંતર અપરાધ વધ્યો છે. ભાજપના ધારાસભ્ય અહીં જ અટકયા નહીં તેમણે કહ્યું કે લોકો ૧૫ વર્ષ પહેલાના જંગલરાજની સ્થિતિમાં આજે આવી ગયા છે લોકો પોતાના બાળકોને અંધરામાં ઘરેથી બહાર નિકળવા દેતા નથી ખબર નહીં કેમ,અપરાધ પર નિયંત્રણ કેમ આવી રહ્યું છે. તેમણે કહ્યું કે તે અપરાધ નિયંત્રણના યોગ્ય પગલા નહીં ઉઠાવવામાં આવે ત્યાં સુધી આ મુદ્દાને ગૃહથી લઇ માર્ગ સુધી ઉઠાવતા રહેશે હત્યાચાર દુરાચાર અને લુંટ કરનારા અપરાધીઓનું એન્કાઉન્ટર જરૂરી છે.

મિથિલેસ રહેલા પણ નીતીશ સરકારમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવી ચુકયા છે તે અપરાધ નિયંત્રણ માટે યુપીના યોગી આદિત્યનાથ મોડલને લાગુ કરવાની વાત કહી ચુકયા છે. તેમના ઉપરાંત અપરાધને લઇ ભાજપના અન્ય નેતા પણ સમયે સમયે સવાલ ઉભા કરતા રહ્યાં છે.ધારાસભ્ય પલન જાયસવાલે પણ આ સવાલ ઉઠાવી ચુકયા છે.

બીજી તરફ એનડીએમાં ભાજપના સાથે પક્ષ જદયુના નેતા બિહારમાં કાયદાનું રાજ હોવાની વાત કહી રહ્યાં છે. જદયુના નેતા અને નીતીશ કેબિનેટમાં મંત્રી ડો અશોક ચૌધરીએ કહ્યું કે બિહારમાં અપરાધ નિયંત્રણમાં છે તેમણે અપરાધ નિયંત્રણના યોગી મોડલને રદ કરતા કહ્યું હતું કે અહીં ૧૫ વર્ષથી નીતીશ મોડલ સફળતાપૂર્વક લાગુ છે આથી યુપી મોડલની જરૂર નથી જદયુ ધારાસભ્ય ગોપાલ મંડલ પણ કહી ચુકયા છે કે બિહારમાં કાનુનનું રાજ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.