Western Times News

Gujarati News

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષના પુત્રનું શંકાસ્પદ મોત

ગાઝિયાબાદ: કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરજપાલ સિંહ અમ્મુના મોટા પુત્ર ૩૨ વર્ષીય અનિરૂધ્ધ રાધવનું શંકાસ્પદ સ્થિતિમાં મોત પોતાની પાછળ અનેક સવાલો છોડી ગયા છે ગઇકાલે રાતે અનિરૂધ્ધનું મોત થયો તે તે પોતાની પત્ની શાલુની સાથે ઘરમાં એકલો હતો પોલીસે મામલાને આત્મહત્યા ગણાવી રહી છે જયારે શાલુનું કહેવુ છે કે તેને કંઇ ખબર નથી પોલીસ શાલુની પુછપરછ કરી રહી છે હવે સવાલ એ છે કે આખરે તે રાતે એવું શું થયું કે અનિરૂધ્ધનો જીવ ગયો

અનિરૂધ્ધના નજીકના કરણી સેના યુવા શક્તિના પ્રદેશ અધ્યક્ષ શેખર ચૌહાણનું કહેવુ છે કે અનિરૂધ્ધ બે મહીના પહેલા જ લૈંડફ્રાફટ સોસાયટીાં પત્નીની સાથે રહેવા માટે આવ્યો હતો લંડનથી અભ્યાસ પુરો કરી ભારત પરત ફરેલ અનિરૂધ્‌ પોતાની એક કંપની પણ બનાવી હતી શેખર અનુસાર મંગળવારે ૧૨ વાગે અનિરૂધ્ધથી ફોન પર વાત પણ થઇ હતી ફોન દરમિયાન કોઇ પ્રકારની પરેશાનીની વાત કહેવામાં આવી ન હતી

શેખરે કહ્યું કે રાતે દોઢ વાગે અચાનક અનિરૂધ્ધના મોતની માહિતી મળી તો તે ઘટના સ્થળે પહોંચી ગયો રૂમમાં બેડ પર અનિરૂધ્ધનું શબ પડેલુ હતું તેના શરીરનો અડધો ભાગ બેડની નીચે હતો પત્ની કહી રહી હતી કે આ બધુ કેવી રીતે અને કેમ થયું તેને તેની માહિતી નથી તે ખુદ બેભાન હતી જયારે શેખર ચૌહાણે આરોપ લગાવ્યો છે કે સ્થાનિક પોલીસ પણ આત્મહત્યાની ધ્યોરી પર જ ભાર મુકી રહી છે જયારે પોલીસે આ મામલામાં સઘન તપાસ કરવી જાેઇએ અનિરૂધ્ધના શબનો પોસ્ટમોર્ટમ માટે ગરનંદી નદીના કિનારે પોસ્ટમોર્ટમ હાઉસ લઇ જવામાં આવ્યો છે અહીં કરણી સેનાના કાર્યકરો હાજર છે,.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.