Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના વધુ ફેલાય નહીં તે માટે સરકાર પગલા ઉઠાવે : હાઇકોર્ટ

અમદાવાદ: રાજકોટ સહિતના ૬ મહાનગરો તેમજ જીલ્લા-તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હાલમાં જ સમાપ્ત થઈ છે, ત્યારબાદ હવે ગુજરાતમાં કોરોના વાયરસના કેસો ફરીથી વધી રહ્યા છે અને સ્થિતિ પહેલાની જેમ વણસી શકે છે, જેને લઈને હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને ટકોર કરી છે.

આ મામલે હાઇકોર્ટે કોરોનાને લઇને રાજ્ય સરકારને ટકોર કરી શકે છે ક, રાજ્યમાં ફરીથી લોકડાઉનના કરવું પડે એ માટે સરકારે કોવિડ હોસ્પિટલમાં વધુ પ્રમાણમાં પથારીઓ રાખવા સહિતની તૈયારીઓ સરકારે કરવી જાેઇએ અને કોરોના વધુ ના વકરે તે અંગેની ચિંતા કરતા હાઇકોર્ટે સૂચનો કર્યા હતાં છે.

કોરોનાની હાલની સ્થિતિને લઈ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટીસ જે.બી.પારડીવાલાની બેન્ચે સરકારને સૂચનો કર્યા છે. તેમને જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચૂંટણી બાદ કોરોનાનો કહેર વધી શકે છે, જેથી સરકાર આ સામનો કરવા માટે રાજ્ય સરકાર પૂરતી તૈયારી સાથે સજજ રહે. રાજ્ય સરકાર કોવિડ હોસ્પિટલની સુવિધા પૂરતા પ્રમાણમાં રાખે.

આ સાથે સાથે હાઇકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું ક, આ વાયરસ ફેલાવા મત લોકોનું બેદરકારી વલણ ચિંતાજનક છે. જેના લીધે રાજ્ય સરકારે ફરી એકવાર લૉકડાઉન કરવું ન પડે તે માટે માસ્ક પહેરવા સહિતના કડક કાયદાઓનું પાલન લોકો પાસે કરાવવું જાેઈએ.આપને જણાવી દઈએ કે, રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નેતાઓ દ્વારા કરવામાં આવેલા પ્રચાર પ્રસાર બાદ કોરોનાના કેસો ખુબ વધી રહ્યા છે અને રાજ્યમાં ફરીથી કોરોના ફરીથી વિફરી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.