Western Times News

Gujarati News

આ બેંકોની પહેલી એપ્રિલથી ચેકબુક, પાસબુક બંધ થઈ જશે

અન્ય બેંકોમાં મર્જ થઈ ગયેલી બેંકોના ગ્રાહકોનો ખાતા નંબર, આઈએફએસસી, માઈકર કોડ, બ્રાન્ડ એડ્રસ, ચેકબૂક, પાસબૂક વગેરે બદલાયા

નવી દિલ્હી, આગામી મહિનાથી નવું આર્થિક વર્ષ શરુ થઈ જશે. આ વર્ષ શરુ થાય તે પહેલા કેટલીક જરુરી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે જેમાં આ વર્ષે જાે તમારું બેંક અકાઉન્ટ દેશની ૭ મર્જ થયેલી બેંકોમાં હોય તો તમારે કેટલાક જરુરી કામ કરવા પડશે. જેમાં ચેકબૂક ડિસકનેક્શન થઈ જશે.

દેશમાં ૧ એપ્રિલ ૨૦૨૧થી કેટલીક બેંકોની ચેકબૂક અને પાસબૂક ઈનવેલિડ થઈ જશે. આ બેંકોમાં જેનું અન્ય બેંકોમાં વિલય ૧ એપ્રિલ ૨૦૧૯ અને ૧ એપ્રિલ ૨૦૨૦થી અસરમાં આવી છે. આ બેંકોના નામ દેના બેંક, વિજયા બેંક, કોર્પોરેશન બેંક, આંધ્રા બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, યુનાઈટેડ બેંક અને અલ્હાબાદ બેંકનો સમાવેશ થાય છે.

દેના બેંક અને વિજયા બેંકનો વિજયા બેંકનો વિલય બેંક ઓફ બરોડામાં થયો હતો અને તે ૧ એપ્રિલ ૨૦૧૯થી પ્રભાવમાં આવ્યો. જ્યારે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાનો વિલય પંજાબ નેશનલ બેંક (પીએનબી)માં થયો હતો. જ્યારે સિન્ડિકેટ બેંકનો કેનેરા બેંકમાં, આંધ્રા બેંક અને કોર્પોરેશન બેંકનું યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં અને અલ્હાબાદ બેંકનું ઈન્ડિયન બેંકમાં વિલય થયો.

અન્ય બેંકોમાં મર્જ થઈ ગયેલી બેંકોના ગ્રાહકોનો ખાતા નંબર, આઈએફએસસી, માઈકર કોડ, બ્રાન્ડ એડ્રસ, ચેકબૂક, પાસબૂક વગેરે બદલાયા છે. પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડા પહેલાથી જ કહી ચુક્યા છે કે ઓબીસી, યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા, વિજય બેંક અને દેના બેંકના ગ્રાહકો જૂની ચેકબૂક, પાસબૂકથી માત્ર ૩૧ માર્ચ સુધી જ કામ ચલાવી શકશે.

૧ એપ્રિલથી નવી ચેકબૂક, પાસબૂક જ માન્ય રહેશે. સિન્ડિકેટ બેંકના મામલે કેનરા બેંક કહી ચુક્યું છે કે તે સિન્ડિકેટ બેંકની હાલની ચેકબૂક ૩૦ જૂન ૨૦૨૧ સુધી માન્ય રાખશે. જાે તમે મર્જ થઈ ગયેલી બેંકમાં ખાતું ધરાવો છો તો મોબાઈલ નંબર, નોમિની વગેરે ડિટેલ્સ પણ અપડેટ છે કે નહીં તે એકવાર ચેક કરજાે, જેથી આગળ જતા કોઈ મુશ્કેલી ઉભી ના થાય. આ સાથે ભવિષ્યમાં તમને એસએમએસ અને ઈમેલ દ્વારા બેંકને લગતી જરુરી માહિતી મળતી રહે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.