Western Times News

Gujarati News

3S સુવિધા સાથે ગાંધીનગરમાં MG મોટર્સ ડીલરશિપનું ઉદઘાટન

ગાંધીનગર, એમજી મોટર ઈન્ડિયાએ ગાંધીનગરમાં સંપૂર્ણ નવી 3S ફેસિલિટી લોન્ચ કરવા સાથે જ તેની રિટેલ હાજરી વધુ મજબૂત બનાવી છે. ‘એમજી ગાંધીનગર’ના નામકરણ સાથેની આ અત્યાધુનિક સુવિધા કાર કંપનીની ‘ભાવનાત્મક ગતિશિલતા’ની ફિલસુફીને પ્રતિબિંબિત કરે છે,

ગ્રાહકોની પાંચ ઈન્દ્રિયો સાથે જોડાવા માટે વર્તમાન બ્રાન્ડ એલિમેન્ટ્સ તથા આકર્ષક કલર પેલેટ્સના યોગ્ય સુમેળ ધરાવે છે. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલાં એમજી મોટર ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજીવ ચાબાની હાજરીમાં ઉદઘાટન સમારંભ યોજાયો હતો.

એમજીના સેગમેન્ટમાં અગ્રેસર રહેલા વાહનોની સતત વધતી માગને પગલે એમજી રાષ્ટ્રીય સ્તરે તેની રિટેલ હાજરી વધારી રહી છે જે અંતર્ગત એમજી ગાંધીનગરના ઉદઘાટન સાથે અત્યાધુનિક સર્વિસ સેન્ટરની સુવિધા શરૂ થઈ છે. એમજી ગાંધીનગરનું ઉદ્ઘાટન અતિ આધુનિક સેવા કેન્દ્ર સાથે આવે છે

કારણકે એમજી તેના સેગમેન્ટ અગ્રણી વાહનોની સતત વધતી માંગ સાથે દેશભરમાં તેની રિટેલ હાજરીને વિસ્તૃત કરે છે.  એમજી તેના ગ્રાહકોને ઉત્પાદનોનો વિશાળ પોર્ટફોલિયો અને વેચાણ પછીના મજબૂત સપોર્ટ સાથે શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. તેના ઉત્પાદનો સેગમેન્ટમાં સૌથી ઓછાં કુલ ઓનરશિપ ખર્ચ અને શ્રેષ્ઠ રિસેલ વેલ્યુની ખાતરી આપે છે.

વૈભવી વારસો ધરાવતી આ બ્રિટિશ કાર કંપનીના મોડેલમાં હેક્ટર પ્લસ, ભારતની સૌપ્રથમ ઓટોનોમસ લેવલ 1 SUV ગ્લોસ્ટર, ન્યૂ હેક્ટર 2021 તથા સંપર્ણ ઈલેક્ટ્રિક ઈન્ટરનેટ SUVZS EV 2021નો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં ખાસ કરીને એમજીની હેક્ટર પ્લસ 6- અને 7 સીટના વેરિયન્ટ્સની માંગ મજબૂત છે. આ ડિલરશિપના લોન્ચિંગ સાથે જ આ પ્રદેશના કારના શોખીનો તેમની પસંદગીની એમજી કાર ઓનલાઈન અથવા ડિલરશિપના માધ્યમથી બુક કરાવી શકશે.

એમજી મોટર ઇન્ડિયાનાં પ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજીવચાબાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “ગુજરાતમાં એમજી માટે મહત્વનું બજાર એવા ગાંધીનગરમાં કામગીરીના પ્રારંભથી અમે અત્યંત આનંદની લાગણી અનુભવીએ છીએ. હવે રાજ્યમાં અમારા કેન્દ્રોની સંખ્યા 20 થઈ છે અને 2021ના અંત સુધીમાં આ નેટવર્કને ૩૦ કેન્દ્રોમાં વિસ્તૃત કરવાનું લક્ષ્ય છે.

એમજી ગાંધીનગરનું સર્જન ભાવનાત્મક ગતિશીલતાના આધારે કરાયું છે. અમારો ધ્યેય બ્રાન્ડના અનુભવોને આગળ ધપાવી ગ્રાહકોને ભાવિ પરિવહનની દિશામાં લઈ આગળ વધારવાનો છે. અમને વિશ્વાસ છે કે આ સુવિધા અમને સમગ્ર વિસ્તારમાં ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરશે.”

સતત વધતી જતી બજારની માંગને પૂરી કરવાની તેની યોજના સાથે, એમજીનો ઉદ્દેશ 140થી વધુ શહેરોમાં તેના વર્તમાન 250થી વધુ કેન્દ્રોની રિટેલ હાજરીને વધારવાનો છે.

આ પ્રસંગે બોલતાં એમજી ગાંધીનગરના ડિલર પ્રિન્સિપલ શ્રી પ્રણવ નંદાએ જણાવ્યું હતું કે ઓટોમોટિવ રિટેલના ભાવિ અંગેના એમજીના વિઝન સાથે તાલ મિલાવી અમે  પ્રદેશમાં અમારા ગ્રાહકો માટે સર્વિસના નવા માપદંડ સ્થાપિત કરવાનું લક્ષ્ય ધરાવીએ છીએ. ડિજિટલ સંશોધન આધારિત આ નવી સુવિધા અમારા ગ્રાહકોને એક સંપૂર્ણ અલગ અનુભવ પૂરો પાડશે. અમને વિશ્વાસ છે કે અમારા ગ્રાહકોને એમજી ગાંધીનગર ખાતે ખરેખર યાદગાર અને અનોખો અનુભવ મળી રહેશે.”

એમજી શિલ્ડ હેઠળ કંપનીએ ફ્રી 3 ‘5s’ એટલે કે પાંચ વર્ષની ફ્રી/ અનલિમિટેડ કિલોમીટરની વોરન્ટી, પાંચ વર્ષ માટે ફ્રી રોડસાઈડ આસિસ્ટન્સ તથા પ્રથમ પાંચ સર્વિસિસ માટે લેબર ફ્રી ચાર્જીસની સુવિધા લંબાવી છે. આ સુવિધાઓનો હેતુ એમજીની માલિકીનો અનુભવ બહેતર બનાવવાનો અને એમજી ગ્રાહકોને સંપૂર્ણ માનસિક શાંતિ પ્રદાન કરવાનો છે.

આ ઉપરાંત તે એમજી હેક્ટરનો કુલ માલિકી ખર્ચ(ટીસીઓ) પણ ઘટાડવામાં સહાય કરે છે, જે પેટ્રોલમાં કિલોમીટર દીઠ 45 પૈસા અને ડીઝલ વેરિયન્ટ માટે કિલોમીટર દીઠ 60 પૈસા છે( 1,00,000 કલોમીટર સુધીના વપરાશ સુધીની ગણતરીના આધારે).

આ સંપૂર્ણ નવો શો રૂમ કંપનીની ભાવનાત્મક ગતિશિલતાની ફિલસુફીના આધારે તૈયાર કરાયો છે અને તે એમજી ડીલરશીપના ફ્રન્ટ ફેસિયા તરીકે એક અનોખી ગ્રિલ અપનાવવામાં આવી છે, જે આકાશ અને પૃથ્વીના સંગમને દર્શાવે છે. સ્ટોરની અંદરનો માહોલ ઈન્ટેલિજન્ટ અને રચાનાત્મકતા ધરાવતી ડીઝાઈન અને એલઈડી કન્ફિગરેટર દિવાલ સાથે એક્સપીરિયન્સ ફર્સ્ટના અભિગમને રજૂ કરે છે જે તેના સંભવિત ગ્રાહકોની પાંચેય ઈન્દ્રિયો સાથે જોડાણ સાધે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.