Western Times News

Gujarati News

દુનિયાના કોઈ પણ બિઝનેસમેન કરતા અદાણીએ વધુ કમાણી કરી

બ્લૂમબર્ગના બિલિયોનેર ઈન્ડેક્સનો તાજાે અહેવાલ-પોર્ટ-પાવરનો બિઝનેસ કરતા ગૌતમ અદાણીની સંપત્તિમાં આ વર્ષે ઉછાળો, સંપત્તિ વર્ષ ૨૦૨૧માં ૫૦ અબજ ડોલર

નવી દિલ્હી,  અદાણી જૂથના માલિક ગૌતમ અદાણીએ આ વર્ષે દુનિયાના કોઈપણ અન્ય બિઝનેસમેન કરતા વધુ કમાણી કરી છે. પોર્ટ અને પાવરનો બિઝનેસ કરતા અદાણીની સંપત્તિમાં આ વર્ષે જાેરદાર ઉછાળો જાેવા મળ્યો છે.

બ્લૂમબર્ગના બિલિયોનેર ઈન્ડેક્સ મુજબ, અદાણીની સંપત્તિ વર્ષ ૨૦૨૧માં ૧૬.૨ અબજ ડોલરથી વધીને ૫૦ અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. આ મામલે અદાણીએ મુકેશ અંબાણી જ નહીં, દુનિયાના સૌથી ધનવાન લોકોમાં સામેલ જેફ બેઝોસ અને એલન મસ્કને પણ પાછળ છોડી દીધા છે.

અદાણી ગ્રુપની એક કંપનીને છોડીને બાકી બધી કંપનીઓના શેર આ વર્ષે ઓછામાં ઓછા ૫૦ ટકાથી વધુ વધી ચૂક્યા છે. આ વધારાને કારણે તેમણે એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા છે, જેમની સંપત્તિ આ વર્ષે ૮.૧ અબજ ડોલર વધી છે.

અદાણીએ પોતાની મહેનતથી કમાણી કરી છે અને તેઓ કોઈ બિઝનેસ પરિવારના વારસદાર નથી. તેમને ટોટલ એસથી લઈને બોરબર્ગ પિન્ક્‌સ જેવા દિગ્ગજાે તરફથી ફંડ મળ્યું છે. તેઓ પોતાનો બિઝનેસ પોર્ટ, એરપોર્ટ, ડેટ સેન્ટર્સ અને કોલસાની ખાણો સુધી વિસ્તારી રહ્યા છે.

નાયકા એડવાઈઝરી સર્વિસીઝના સંસ્થાપક અને સીઈઓ સુનીલ ચાંદીરમાણીએ કહ્યું કે, ‘અદાણી સતત એવા સેક્ટર્સમાં પગ જમાવી રહ્યા છે, જેના પર બજાર સાઈકલની અસર નથી પડતી. ડેટા સેન્ટર્સમાં એન્ટી બતાવે છે કે ગ્રુપ ટેકનોલોજી સેક્ટરમાં પણ પ્રવેશ કરે તેવી શક્યતા છે.’

અદાણી એન્ટરપ્રાઈઝીસ એક ગીગાવોટ ક્ષમતાનું સેન્ટર તૈયાર કરી રહી છે. અદાણી ટોટલ ગેસના શેર આ વર્ષે ૯૬ ટકા વધ્યા છે, જ્યારે કે અદાણી એન્ટરપ્રાઈઝના શેરોમાં આ વર્ષે ૯૦ ટકાનો ઉછાળો નોંધાયો છે. અદાણી ટ્રાન્સમિશનના શેર ૭૯ ટકા અને અદાણી પોર્ટસ ૫૨ ટકા સુધી મજબૂત થયા છે. ગત વર્ષે ૫૦૦ ટકા વધનારા અદાણી ગ્રીને આ વર્ષે ૧૨ ટકાનો વધારો નોંધાવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.