Western Times News

Gujarati News

મોબાઈલના લીધે વિશ્વમાં કરોડો લોકો અનિંદ્રાનો શિકાર બન્યા

Files Photo

નવી દિલ્હી: મોબાઈલ ફોનના કારણે ઘણા કામ સરળ થઈ ચૂક્યા છે. એકંદરે એમ કહી શકાય કે આખું વિશ્વ મોબાઈલમાં સમાઈ ગયું છે. જાેકે મોબાઈલે કેટલીક સમસ્યાઓ પણ ઉભી કરી છે. ખાસ કરીને જીવનશૈલી ઉપર મોબાઈલની નકારાત્મક અસર પડી છે. અનિંદ્રાની તકલીફ જીવનશૈલી સાથે જાેડાયેલી છે. વિશ્વમાં કરોડો લોકો અનિંદ્રાનો શિકાર બન્યા છે. અનિંદ્રા પાછળ મોબાઈલ ફોનનો ફાળો પણ ખૂબ મોટો છે.

આ વાત મનોચિકિત્સક સાથે સંબંધિત એક અભ્યાસમાં સામે આવી હતી. આ અભ્યાસ લંડનના કિંગ્સ કોલેજના ૧૮થી ૩૦ વર્ષના ૧૦૪૩ વિદ્યાર્થીઓ ઉપર થયો હતો. અભ્યાસના અંતે ફલિત થયું કે યુનિવર્સિટીના ૪૦ ટકા છાત્રો સ્માર્ટફોનની લતનો શિકાર બની ચૂક્યા છે. અધ્યયનમાં કેટલાક ચોંકાવનારા તારણો સામે આવ્યા હતા. જે વિદ્યાર્થીઓ સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરતા હતા અને તેમની ઊંઘમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. ઉપરાંત રાત્રે સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ કરવાથી ઊંઘમાં ખલેલ, ઓછી ઊંઘ અને દિવસ દરમિયાન થાકનો અનુભવ સહિતની તકલીફ ઊભી થાય છે. સુવાના સમયે સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી શરીરની જૈવિક ઘડિયાળ (બાયોલોજીકલ ક્લોક) પર અસર થાય છે.

શરીર પર ગંભીર રીતે અસર કરતા સ્માર્ટફોનની લતથી છૂટકારો કેવી રીતે મેળવવો તેના કેટલાક ઉપાયો અહીં આપ્યા છે. વર્તમાન સમયે ઘણા લોકો પોતાની જાતને મોબાઈલથી દુર રાખવાનો પ્રયત્ન કરે છે. એક દિવસ અથવા એક સપ્તાહ સુધી લોકો સ્માર્ટફોનથી દુર રહેવા લાગ્યા છે.

અઠવાડિયામાં એક દિવસ મોબાઈલથી સદંતર દૂર રહેવું જાેઈએ. હવે તો દરેક સમસ્યા માટે એપ ઉપલબ્ધ છે. સ્માર્ટફોન છોડાવવા માટે પણ એપ ઉપયોગી છે. અહીં આવી જ કેટલીક એપની યાદી આપી છે, જે તમને સ્માર્ટફોનથી દુર રાખશે. આ એપ દ્વારા સ્માર્ટફોનની લત દૂર કરવા સફળતા મળી શકે છે. આ સાથે તમે સ્માર્ટફોનની લત છોડવાની પ્રક્રિયાની પ્રોગ્રેસ પણ ચેક કરી શકો છો. સ્માર્ટફોન વાપરવા માટેની આદતો ઓછી કરવા માટેની આ ખૂબ સુંદર એપ છે. એપથી તમારી ઉત્પાદકતા પણ વધે છે. આ એપથી દરરોજ ધીમે-ધીમે ફોનથી દૂર રહેવાની આદત પડશે.

જેનાથી ફોનનો ઉચિત ઉપયોગ કઈ રીતે થઈ શકે તે અંગે મદદ મળશે. અન્ય કામમાં ધ્યાન કેન્દ્રિત રહે તે માટે મન ચંચળ કરનારા એપ્સને આ લોક કરી દેશે. ફોનને ચાર્જ કરવા માટે બેડરૂમમાં ક્યારેય ન મુકશો. બાળકોને આવી રીતે ફોન ચાર્જ ન કરવાની શિખામણ આપો. ફોન બેડરૂમની બહાર રાખવાથી ફોનના વારંવાર ઉપયોગની કુટેવથી બચે શકાય છે. સ્માર્ટફોનનો વપરાશ ઘટાડવા માટે તમે ફોનના સેટિંગ્સ બદલવા માટેની કેટલીક યુક્તિઓનો ઉપયોગ કરી શકો છો.

ક્રિસ્ટોફર મિમ્સએ વોલ સ્ટ્રીટ જર્નલમાં એક કોલમ લખી હતી. જે મુજબ જીવનનું સંતુલન બનાવવા માટે સેલફોનથી દૂર રહેવું જાેઈએ. ફોનથી દૂર રહેવા માટે તેને રસોડાની છાજલીઓમાં મૂકી શકો છો. ફોનના ઉપયોગ ઉપર તમારું જેટલું નિયંત્રણ હશે તેટલું જ તમે તેને નજરઅંદાજ કરી શકો છો. સ્માર્ટફોનના ઉપયોગ ઉપર કાબુ મેળવવા ૩૦ દિવસ સુધી પોતાની જાતને જેમ બને તેમ સ્માર્ટફોનથી દુર રાખવાનો પ્રયાસ કરો. પોતાની માટે વધુને વધુ સમય ફાળવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.