Western Times News

Gujarati News

શહેનાઝ ગિલે બેબી બમ્પ સાથેની તસવીરો શેર કરી

બિગ બોસ ૧૩ની કન્ટેસ્ટન્ટ શહેનાઝ ગિલ સિંગર-એક્ટર દિલજીત દોસાંજ સાથે પંજાબી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. તેઓ ફિલ્મનું શૂટિંગ કેનેડામાં કરી રહ્યા છે, જે દશેરા પર રિલીઝ થવાની છે. શહેનાઝ ગિલે ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે, જે જાેઈને તેના ફેન્સ ક્રેઝી થઈ રહ્યા છે. આ તસવીરોમાં શહેનાઝ ગિલ નાનકડા બેબી બમ્પ સાથે જાેવા મળી રહી છે.

તેની સાથે દિલજીત દોસાંજ પણ છે. શોર્ટ ડ્રેસમાં શહેનાઝ ગિલ સુંદર લાગી રહી છે જ્યારે દિલજીત દોસાંજે થ્રી-પીસ સૂટ અને લાલ કલરની પાઘડી પહેરી છે. જેમાં તે સોહામણો લાગી રહ્યો છે. તસવીરના બેકગ્રાઉન્ડમાં બેબી શાવર પર કરવામાં આવે તેવું ડેકોરેશન કરવામાં આવ્યું છે. શહેનાઝ ગિલે તસવીર શેર કરીને ફેન્સને પૂછ્યું છે કે, ઉત્સાહિત છો. દિલજીત દોસાંજે પણ આ જ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ સાથે લખ્યું છે કે,આ દશેરાએ, ૧૫મી ઓક્ટોબર ૨૦૨૧. શહેનાઝ ગિલની વાત કરીએ તો, તે બિગ બોસ ૧૩ના ઘરમાં પંજાબની સિંગર તરીકે એન્ટર થઈ હતી. પરંતુ શો દ્વારા તેણે ઘણી ઓળખાણ મેળવી છે.

જ્યારે શો એક મહિનો લંબાશે તેવી જાહેરાત કરવામાં આવી ત્યારે બિગ બોસે પોતે શહેનાઝ ગિલને શોનું હૃદય ગણાવી હતી. તેની સિદ્ધાર્થ શુક્લા સાથેની કેમેસ્ટ્રી પર ફેન્સને ખૂબ પસંદ આવી હતી. હજુ પણ ફેન્સ બંનેને ખૂબ પ્રેમ કરે છે અને તેમને કહીને બોલાવે છે. થોડા દિવસ પહેલા શહેનાઝ ગિલની સિદ્ધાર્થ શુક્લા સાથેની એક તસવીર વાયરલ થઈ હતી.

જેમાં તેના કપાળમાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર જાેવા મળ્યું હતું. આ તસવીર પરથી ફેન્સ બંનેએ લગ્ન કરી લીધા હશે તેવી અટકળો લગાવી રહ્યા હતા. જાે કે, સિદ્ધાર્થ શુક્લાએ આ અંગેની સ્પષ્ટતા ફેનની ટ્‌વીટનો જવાબ આપતા કરી હતી. એક ફેને સિદ્ધાર્થને ટેગ કરીને એક ટ્‌વીટ કર્યું હતું. જેમાં તેણે લખ્યું હતું કે, ‘ભાઈ મારી ગર્લફ્રેન્ડ કહી રહી છે કે, જ્યાં સુધી તમે રિપ્લાય અથવા ફોલો બેક નહીં કરો ત્યાં સુધી લગ્ન નહીં કરે. તમે શું ઈચ્છો છો હું કુંવારો રહું? પ્લીઝ મારા લગ્ન થશે તો હું તમારા માટે કંઈક સ્પેશિયલ કરીશ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.