Western Times News

Gujarati News

૩૦૦ કિલો વજન ધરાવતી મહિલાનું શરીર સડી ગયું

રાજકોટ રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા મહિલાની મદદે આવીને સાથી સેવા ગ્રુપે તેમને નવું જીવન આપવાનો પ્રયાસ કર્યો છે. વાત એમ છે કે, સરલા નામના મહિલાનું વજન ૩૦૦ કિલો થઈ ગયું હોવાથી તેઓ હરીફરી શકતા નહોતા. છેલ્લા ૧૫-૨૦ દિવસથી એક જ રૂમમાં રહેતા હતા. તેમનું શરીર સડી જવાના કારણે તેઓ અસહ્ય પીડા ભોગવી રહ્યા હતા. આ વાતની જાણ થતાં સાથી સેવા ગ્રુપના જલ્પા પટેલ અને તેમની ટીમની મહિલાના ઘરે પહોંચી હતી અને ફાયર બ્રિગેડની મદદથી તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મહિલાના પતિ દુબઈમાં નોકરી કરે છે. જલ્પા પટેલે મહિલાને હોસ્પિટલમાં ખસેડવા માટે ૩ એમ્બ્યુલન્સ મગાવી હતી. પરંતુ તેમનું વજન વધારે હોવાથી તેમજ શરીરની દયનીય સ્થિતિ જાેઈને તેમને એમ્બ્યુલન્સમાં રાખવામાં મુશ્કેલી થઈ હતી. બાદમાં જલ્પા પટેલે રાજકોટ ફાયરબ્રિગેડની મદદથી તેમની ગાડીમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હોસ્પિટલમાં પણ તેમને બેડના બદલે નીચે સૂવડાવવાનું કહેવામાં આવ્યું હતું.

જાે કે, સાથી ગ્રુપે વિરોધ નોંધાવતા તેમને બેડ આપવામાં આવ્યો હતો. જલ્પા પટેલે જણાવ્યું હતું કે, ‘ત્રણ એમ્બ્યુલન્સ મગાવી પરંતુ સરલાનું વજન વધારે હોવાથી તેમા લઈ જઈ શકાયા નહીં. તેથી, રાજકોટ ફાયરબ્રિગેડની ટીમની મદદ લેવામાં આવી અને તેમની ગાડીમાં હોસ્પિટલ ખસેડાયા. તેમની તબિયત જલ્દીમાં જલ્દી સારી થઈ જાય તેવી અમારી પ્રાર્થના છે. તેમનું શરીર સડી ગયું છે. ૧૫થી ૨૦ દિવસ પહેલા તેઓ ચાલી શકતા હતા. પરંતુ, તેમનું પેટ ફાટી ગયુ છે તેમજ પગ સુધીનો ભાગ સડી ગયો છે. જેના કારણે તેઓ અસહ્ય પીડા સહન કરી રહ્યા છે’.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.