Western Times News

Gujarati News

FYERSએ IPO એપ્લિકેશનની પ્રક્રિયા સરળ કરવા આઇપીઓ પોર્ટલ શરૂ કર્યુ

બેંગાલુરુ,  ટ્રેડિંગનો શ્રેષ્ઠ અને એકીકૃત અનુભવ આપવાના ઉદ્દેશ સાથે સૌથી વધુ ઝડપથી વિકસતા ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ પૈકીના એક FYERSએ એની આઇપીઓ પોર્ટલ શરૂ કરવાની જાહેરાત કરી હતી. હવે FYERSના ગ્રાહક FYERS આઇપીઓ પોર્ટલ દ્વારા આગામી આઇપીઓમાં રોકાણ કરવા સીધી અરજી કરી શકે છે. આ સુવિધા ક્લાયન્ટ્સને તાત્કાલિક અને સરળતાપૂર્વક તકોનો લાભ લેવા મદદ કરવા માટે શરૂ કરવામાં આવી છે.

વિવિધ રિપોર્ટ મુજબ, વર્ષ 2021માં રૂ. 30,000 કરોડના આશરે 30 આઇપીઓ આવી રહ્યાં છે.  FYERS પોતાની નવી ખાસિયતો સાથે ગ્રાહકોને તેમના યુપીઆઈ આઇડીનો ઉપયોગ કરીને ઇનિશિયલ પબ્લિક ઓફર્સ (આઇપીઓ) તથા એનએસઈ અને બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓમાં એફપીઓ માટે અરજી કરવાની સુવિધા આપે છે.

યુપીઆઇ આઇડી સાથે ગ્રાહકો બિડ કરી શકે છે, લોટની સાઇઝ એન્ટર કરી શકે છે અને પોર્ટલ પર એપ્લિકેશન સબમિટ કરી શકે છે. ઉપરાંત ક્લાયન્ટ્સ FYERS દ્વારા કોઈ પણ આઇપીઓ માટે અરજી કરી શકે છે, ત્યારે નેટબેંકિંગ એએસબીએમાં ક્લાયન્ટ્સ એસસીએસબી મારફતે જ અરજી કરી શકશે. આ ઉપયોગ કરવામાં સરળ ખાસિયત સુનિશ્ચિત કરશે કે સંપૂર્ણ બિડિંગ પ્રક્રિયા સાતત્યપૂર્ણ અને ઝડપી હોય, જેથી ગ્રાહકો તાત્કાલિક તકોનો લાભ લેવા સક્ષમ બને.

આ લોંચ પર FYERSના સીઇઓ અને સહ-સ્થાપક તેજસ ખોડાયે કહ્યું હતું કે, “અમે યુવાન રોકાણકારોને આઇપીઓમાં રોકાણ કરવા સરળતાપૂર્વક અને કોઈ પણ પ્રકારના અવરોધ વિના સહભાગી બનવા પ્રક્રિયાને સરળ બનાવી છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.