Western Times News

Gujarati News

ભાજપ ચારેય રાજ્યોમાં ચૂંટણી હારશે : શરદ પવાર

પુણે: એનસીપી અધ્યક્ષ શરદ પવારે ૨૦૨૧ની આગામી વિધાનસભા ચૂંટણીઓના પરિણામ વિશે ભવિષ્યવાણી કરી છે. પાર્ટીના વરિષ્ઠ નેતાએ દાવો કર્યો કે અસમને બાદ કરતા ભારતીય જનતા પાર્ટી ચારેય રાજ્યોમાં ચૂંટણી હારશે. તેમણે કહ્યું કે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામથી દેશને એક નવી દિશા મળશે. મહારાષ્ટ્રના બારામતી શહેરમાં પત્રકારો સાથે વાતચીતમાં પવારે ચૂંટણી રાજ્ય પશ્ચિમ બંગાળમાં ભાજપ પર રાજનીતિક શક્તિના દૂરઉપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો.

પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, અસમ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં વિધાનસભા ચૂંટણી માર્ચ-એપ્રિલમાં થવાની છે. જ્યારે મતગણતરી ૨જી મેના રોજ થશે. તેમણે કહ્યું કે ૫ રાજ્યોના ચૂંટણી પરિણામ અંગે આજે વાત કરવું ખોટું છે. કારણ કે જનતા આ વખતે ર્નિણય કરશે. કેરળમાં ડાબેરી પક્ષો અને એનસીપી એક સાથે છે અને અમને ભરોસો છે કે અમને સ્પષ્ટ બહુમત મળશે.

પૂર્વ કેન્દ્રીય મંત્રીના જણાવ્યાં મુજબ તમિલનાડુમાં લોકો દ્રમુકના ચીફ એમ કે સ્ટલિનનું સમર્થન કરશે અને તેઓ સત્તામાં આવશે. એનસીપી પ્રમુખે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં કેન્દ્ર સરકાર સત્તાનો દુરઉપયોગ કરી રહી છે અને એક બહેન પર હુમલો કરવાનો પ્રયત્ન કરી રહી છે. જે રાજ્યના લોકો માટે લડતનો પ્રયત્ન કર છે. મને એ વાતમાં કોઈ શંકા નથી કે મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર ચૂંટણી બાદ સત્તામાં વાપસી કરશે. પવારે કહ્યું કે અન્ય ચૂંટણી રાજ્યોમાં ભાજપે હારનો સામનો કરવો પડશે અને તે ચાર રાજ્યોમાં બીજી પાર્ટીઓ સત્તામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.