Western Times News

Gujarati News

ર૦ર૦-ર૧ની સાલમાં ગુજરાતમાં ૧પ કસ્ટોડીયલ ડેથ

ભારતમાં પોલીસ કસ્ટોડીયલ ડેથમાં ‘ગુજરાત’ મોખરે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, ગુના માટે પકડવામાં આવેલ શખ્સને કોર્ટમાં લઈ જતાં પહેલાં જે તે વિસ્તારની પોલીસ-ચેકીંગમાં લઈ જઈ લોકઅપમાં રાખવામાં આવે છે. આ દરમ્યાન ગુનો કબુલ કરાવવા માટે એ શખ્સ ઉપર અમાનુષી અત્યાચાર પણ પોલીસ દ્વારા કરવામાં આવતા હોય છે.  જેના પરિણામે ઘણી વખત લોકઅપમાં જ એ શખ્સ મૃત્યુને ભેટે છે.

તાજેતરમાં જ ૩૬ રાજેયો તથા સંઘપ્રદેશમાં કયા રાજ્યમાં ‘કસ્ટોડીયલ ડેથ’ની સંખ્યા વધારે છે એનું સર્વે કરાતા ગુજરાત તેમાં મોખરે હોવાનું જાણવા મળ્યુ છે. એક અહેવાલ અનુસાર ર૦ર૦-ર૧ દરમ્યાન જ લોકઅપમાં પોલીસના મારને કારણે મૃત્યુ પામેલા શખ્સોની સંખ્યા દેશમાં ૩૬ છે. જ્યારે તેમાંના ૬ ટકા કસ્ટોડીયલ ડેથ માત્રને માત્ર ગુજરાતમાં જ થયા હોવાનું લોકસભામાં જણાવવામાં આવ્યુ હતુ.

એપ્રિલ ર૦ર૦ થી માર્ચ ર૦ર૧ સુધીમાં ભારતમાં જે કસ્ટોડીયલ ડેથ થયા છે તેમાં ગુજરાતનો પ્રથમ નંબર આવે છે. ર૦૧૭-ર૦૧૮માં પોલીસ કસ્ટોડીમાં ૧૪, ર૦૧૮-ર૦૧૯માં ૧૩, ર૦૧૯-ર૦ર૦માં ૧ર, તથા ર૦ર૦-ર૧માં ૧પ કસ્ટોડીયલ ડેથ થયા છે.

આ સંદર્ભમાં ડી જી પી આશિષ ભાટીયા જણાવે છે કે પોલીસ કસ્ટડીમાં થયેલા બધા જ મૃત્યુ પોલીસના અત્યાચારને કારણે થાયછે એમ માનવું યોગ્ય નથી. ક્યારેક માંદગીને કારણે તો ક્યારેક જાતે જ આત્મહત્યા કરતા હોય છે. જ્યારે જયારે આવા મૃત્યુ થાય છે ત્યારે તપાસ જરૂર થતી હોય છે અને તે માટે જે કોઈ જવાબદાર હોય તેની સામે કાનૂની પગલાં પણ ભરવામાં આવતા હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.