Western Times News

Gujarati News

ગિર સોમનાથ પંથકમાં ગેરકાયદે ધમધમતી ૧પ૦ જેટલી માઈનિંગ ખાણ?

પ્રતિકાત્મક

આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેશ મકવાણાએ કલેકટરને રજૂઆત કરી

કોડીનાર, ગીર સોમનાથ જિલ્લાના ગીર કાંઠાના ઈકો સેન્સેટીવ ઝોનમાં આવતા ગામોમાં અંદાજે ૧પ૦ જેટલી જગ્યાએ ગેરકાયદે માઈનિંગ ખાણો ધમધમતી હોવાનું અને ગેરકાયદે ખનનથી રાષ્ટરની બેથી અઢી હજાર કરોડની સંપત્તિને નુકસાન થયું હોવાનું અને ખનન કામમાં ખાણ માફિયાઓ સાથે જિલ્લાના જે તે વિસ્તારના નાયબ કલેકટરો, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, તલાટીઓ, વન તંત્રના એ.સી.એફ. અને આર.એફ.ઓ. તેમજ પોલીસ તંત્ર સહિતના અધિકારીઓની સાઠગાંઠ હોવાના ચોંકાવનારા આધાર પુરાવા સાથે કોડીનારના આર.ટી.આઈ. કાર્યકર્તા મહેશભાઈ મકવાણાએ જીલ્લા કલેકટરશ્રીને રૂબરૂ મળી રજુઆત કરતા ચકચાર જાગી છે.

પત્રમાં રજૂઆત કરી છે કે એકલા કોડીનાર તાલુકાના ઘાટવડ ગામમાં જ ૩૦ જેટલા સ્થળોએ જેમાં સરકારી પડતર જમીન અને ગૌચર સર્વે નંબર ૬૪, ૧પ૮, ૩૦પ અને ૩૦૭માંથી ખાણ માફિયાઓ અને રાષ્ટ્રને ૩૦૭ કરોડનું ખનીજ કાઢી નુકસાન કર્યું છે ત્યારે આ તમામની સામે લેન્ડ ગ્રેબિંગના કાયદા મુજબ કડક કાર્યવાહી કરવા માગણી કરી છે.

તંત્રમાં તેમની વારંવારની રજુઆત પછી ગત તા.૪-૧ર-ર૦ના રોજ એ.એસ.પી. ગિર સોમનાથના ચાર્જમાં રહેલા અધિકારી ઓમ પ્રકાર રાત્રિના ૧૧ થી ર દરમ્યાન સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી મેં એકલે હાથે ૧૧ સ્થળેથી ખનીજ ચોરી કરતા ૩૦ શખસોને ઝડપીને ૧૭ કટર મશીન ૭ જનરેટર સેટ પાંચ ટ્રેકટરો સાથે કરોડો રૂપિયાની ખનીજ ચોરી પકડી પાડી હતી.

ખનીજ ચોરો દ્વારા આ જાબાજ અધિકારી પાસેથી એસપીનો ચાર્જ લઈને આ સમગ્ર ઘટના ઉપર ઢાંકપિછોડોનો સફળ પ્રયાસ કર્યો હતો આવું જ અગાઉ જામવાળા વન તંત્રમાં એસી એફ તરીકે રહી ચૂકેલા જાબાજ મહિલા શકીના બેગમ ર૩ ચકરડી તથા જનરેટર સેટ સાથે અને ખાણો પકડી પાડી વન વિસ્તાર આસપાસ ચાલતા ગેરકાયદે ખનનને લગામ કરવા પ્રયાસ કરેલા પરંતુ ખાણ માફિયાઓના આકાઓ એ આ મહિલા અધિકારીની બદલી કરી નાખી ખનીજ ચોરોને છૂટો દોર આપ્યો હતો.

ખુદ અરજદારની રજુઆત ધ્યાને લઈ ખાણ ખનીજ તંત્રએ કયાં ખાણો ચાલે છે તે બતાવવાનું કહેતા તેમની સાથે ગયેલા ખનીજ અધિકારીઓ ત્રણ ચકરડીઓ એક જનરેટર સીેટ પકડી પાડયા હતા પરંતુ પાછળથી બધુ સગેવગે થઈ ગયું હતું હાલ સોમનાથ જિલ્લાના અરીઠીયા, ઘાટવડ, નગડલા, પીછવી, પીછવા,વલાદર, એભલવડ, જામવાળા, આલીદર, સનવાવ, કંસારી સહિતના સંખ્યાબંધ ગામમાં આજની તારીખે પણ ગેરકાયદે ખનન ચાલુ છે ત્યારે મહેશભાઈની ચોંકાવનાીર રજુઆતને પગલે જિલ્લા કલેકટર દ્વારા જવાબદારો સામે દાખલારૂપ પગલા લેવાશે કે કેમ તે સમય જ બતાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.