Western Times News

Gujarati News

ભાણવડમાંથી ૧ર.પ૧ લાખના નશીલા પદાર્થ સાથે ૧ ઝડપાયો

વધુ ર નામ ખૂલતા તપાસ શરૂઃ જિલ્લા એસઓજીની ટીમને સફળતા

જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી. પોલીસની ટીમે મુંબઈથી હેરાફેરી તેમજ વેચાણકરતા એક શખસને ભાણવડ પાસેથી રૂ.૧ર.૪પ લાખના નશીલા પદાર્થ સાથે પકડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ગુનામાં મુબઈના વધુ બે શખસના નામો ખૂલતા પોલીસે ત્યાં સુધી તપાસ લંબાવી છે.

દ્વારકા જિલ્લાના પોલીસ વડા સુનીલ જાેષી તથા ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરીની સુચના તથા માર્ગદર્શન મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોલેજીયનોમાં વધતો જતા મેફેડ્રોન જેવા જીવલેણ ડ્રગ્સની લતને અટકાવવા અને આવી પ્રવૃતિ કરતા અસામાજીક તત્વો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકાના પી.આઈ. જે.એમ. ચાવડા, પી.એસ.આઈ. પરમારને એસપી સુનિલ જાેષીએ જરૂરી સુચના આપી હતી.

દરમિયાન ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પો.કોન્સ કિશોરભાઈ ડાંગર તથા નિલેશભાઈ કારેણાને હકીકત મળી હતી કે મહંમદહુશેન અલી રીડાણી રહે. મીરા રોડ, મુંબઈ વાળો અવાર-નવાર ભાણવડ ખાતે રોકાણ કરી અને નશીલો માદક પદાર્થ એમ.ડી. ડ્રગ્સનું વેચાણ-હેરાફેરી કરે છે.

દરમીયાન પોલીસે ભાણવડ ત્રણ પાટીયા રોડ ઉપર ચાર પાટીયા બસ સ્ટેન્ડ પાસેથી મહંમદ હુશેન અલી રીંડણી ઉ.વ.પ૪ રહે. મીરા રોડ, મહારાષ્ટ્ર મુંબઈ મુળ રહે. ભાણવડ વાળાને પકડી પાડી તેમની પાસેથી ૧ર૪ ગ્રામ પ૦૦ મિ.લી. ગ્રામ એમડી ડ્રગ્સ કિ. રૂ.૧ર૪પ૦૦૦ તથા મોબાઈલ ફોન નં-૧ કિ. રૂ.પ૦૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ મળી રૂા.૧ર,પ૧,૩પ૮નો મુદ્દામાલ સાથે પકડી પાડયો હતો. આ ગુનામાં મુંબઈના બે શખસ મુનો અને સંતોષની સંડોવણી બહાર આવતા કલ્યાણપુર પી.એસ.આઈ. એફ.બી. ગગનીયાએ આગળની તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.