Western Times News

Gujarati News

મોડાસાના મડાસણા ગામે ખેતરમાં કામ કરી રહેલ ખેડુતને ભમરા કરડતા મોત

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) મેઘરજ, અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના મડાસણા ગામે પોતાના માલિકીના ખેતરમાં કામ કરી રહેલ ૫૦ વર્ષીય ખેડુતને ભમરા કરડતા ઘટના સ્થળેજ સારવાર પહેલા કમકમાટીભર્યુ મોત નીપજતા પરીવારજનોમાં આક્રંદ છવાતા શોકનો માહોલ ફેલાયો છે.

ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ અનેક પ્રકારના ઝેરી જીવજંતુઓનો આટતંક યથાવત રહ્યો છે જેમાં કેટલાક નીર્દોષ લોકોનો ભોગ લેવાતો હોય છે ત્યારે પરીવારજનો ઉપર દુખના વાદળો ઘેરાતા હોય છે અને પરીવારજનોમાં શોકનો મામોલ લાંબા સમય સુધી જાેવા મળતો હોય છે ત્યારે આવી જ એક ઘટના મડાસણા ગામે બની છે

જેમ મડાસણા ગામના મુકેશકુમાર માંનાજી મકવાણા મંગળવારના રોજ પોતાના ખેતરમાં મજુરી કામ કરી રહ્યા હતા તે અરસામાં અચાનક તેમના ખેતરમાં આવેલ ઝાડ પર બેસેલા ભમરા ઉડતા તેઓ ભરમરાથી બચવા ઘર તરફ ભાગ્યા હતા પરંતુ ભમરાના ઝુંડે અચાનક તેમના પર હુમલો કરતા તેઓ ભમરાના ઝેરી ડંખોથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા

અને તેઓના શરીરે લોહી ફુટી નીકળ્યુ હતુ અને જાેતજાેતામાં આખા શરીરે સોજા આવી જતા તેઓને સારવાર અર્થે ખસેડાતા પુર્વેજ ખેતરમાંજ મુકેશકુમાર માનાજી મકવાણા ઉ.વ.આ.૫૦ રહે.મડાસણા તા.મોડાસા,જી.અરવલ્લીનુ મોત નીપજતા પરીવારજનોમાં અને સમગ્ર પંથકમાં શોકનો માહોલ ફેલાયો છે અને ખેડુતના મોતથી પરીવાર નોંધારો બન્યો છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.