Western Times News

Gujarati News

કિયારા અડવાણીએ સિદ્ધાર્થ સાથેનો પ્રેમ જાહેર કર્યો : ડેટ કરું છુ

‘કબીર સિંહ’, ‘ગુડ ન્યૂઝ ‘અને ‘લક્ષ્મી’ જેવી ફિલ્મોમાં નજર આવેલી કિયારા અડવાણી તેની પર્સનલ લાઇફ અંગે ચર્ચામાં છે. કિયારા કોઇને ડેટ કરી રહી છે આ મામલે તેણે ક્યારેય ખુલીને વાત કરી નથી. પણ ઘણી વખત તેનું નામ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જાેડાયું છે. એટલે જ સિદ્ધાર્થને કિયારાનો રુમર્ડ બોયફ્રેન્ડ કહેવામાં આવે છે. બંને વેકેશન પર જાય છે અને ડિનર ડેટ પર પણ જાય છે અને હમેશાં એક બીજાને સારા મિત્રો જણાવે છે. પણ હવે કિયારાએ તેનાં રિલેશનશિપ અંગે ખુલાસો કર્યો છે.

કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રાનું નામ લઇ જણાવ્યું કે, તે એક્ટરને ડેટ કરે છે. કિયારા અડવાણીએ હાલમાં જ ફિલ્મફેર મેગેઝિનનાં કવર પર નજર આવી હતી. અને તેણે મેગેઝિનને તેનો ખાસ ઇન્ટરવ્યૂં પણ આપ્યો હતો. તેને ડેટિંગનો ખુલાસો કર્યો હતો. આ સમયે તેને પુછવામાં આવ્યું હતું કે, છેલ્લે તે કોની સાથે ડેટ પર ગઇહતી. તેનાં જવાબમાં કિયારાએ કહ્યું હતું કે, ‘આખરી વખત હું જ્યારે ડેટ પર ગઇ હતી.. તેની સાથે મે થોડો સમય આ વર્ષે વિતાવ્યો અને આ વર્ષનાં બે મહિના તો હવે આપ ગણિત લગાવી લો.’

કિયારાને જ્યારે પુછવામાં આવ્યું કે, તેને માલૂમ પડે કે તેનો બોયફ્રેન્ડ તેને ચીટ કરે છે તો તે શું કરશે. તેનાં પર કિયારાએ કહ્યું કે, ‘તે તેને બ્લોક કરી દેશે અને પછી ક્યારેય પાછળ વળીને નહીં જુએ. ક્યારેય એને માફ નહીં કરું અને તેની પાસે પરત નહીં જવું.’

કિયારા અડવાણી ઘણી વખત સિદ્ધાર્થ મલ્હોત્રાનાં ઘરની બહાર સ્પોટ થિ છે. જ્યારે માલદીવ્સથી આવ્યાં બાદ કિયારા જાન્યુઆરીમાં સિદ્ધાર્થનાં માતા-પિતાને મળી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કિયારા છેલ્લે ‘ઇન્દુ કી જવાની’માં આદિત્ય શીલની સાથે નજર આવી હતી. તેની અપકમિંગ ફિલ્મ ‘શેરશાહ’માં તે સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે નજર આશે. આ સીવાય હાલમાં કિયારા ‘જુગ જુગ જીયો’નું શૂટિંગ કરી રહી છે જે માં તે વરૂણ ધવનની સાથે સ્ક્રિન શેર કરે. ફિલ્મમાં અનિલ કપૂર અને નીતૂ કપૂર પણ લિડ રોલમાં નજર આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.