Western Times News

Gujarati News

રાજ્યમાં લોકડાઉન નહીં આવે, લોકો સરકારને સહકાર આપેઃ મુખ્યમંત્રી

અમદાવાદ, સમગ્ર ગુજરાતમાં ગઈકાલ સુધીમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા ૬૭૩૭ થઈ હતી તો મૃત્યુઆંક પણ ૪૪૪૩ થયો છે. રાજ્યમાં કોરોના વેક્સિનેશનની કામગીરી પણ સઘન રીતે ચાલી રહી છે. કોરોના કેસની વકરતી સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી વિજય રુપાણીએ રાજ્યના નાગરિકોને સંબોધન કર્યુ હતું

અને હાલની સ્થિતિમાં સાવચેતી સલામતી અને સતર્કતા રાખી રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે લેવાઈ રહેલા પગલાંઓમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત તેમણે ફરી લોકડાઉનની સ્થિતિને પણ નકારી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ સ્પષ્ટ પણે કહ્યું કે, આ અગાઉ જ્યારે કોરોનાનો વ્યાપ વધ્યો ત્યારે સરકારના પગલાંઓ તેમજ ઉપાયોને જનતા જનાર્દને સમર્થન અને સહયોગ આપીને રાજ્યમાં કોરોનાનું ઓછામાં ઓછું સંક્રમણ થાય તેવી સ્થિતિ સર્જી હતી. જ્યારે આ વખતે ફરી સંક્રમણ દેશના અન્ય રાજ્યો સહિત ગુજરાતમાં પણ વધ્યું છે

ત્યારે કેટલાક નિયંત્રણો સરકારે લાદવા પડ્યા છે તેને પણ ગુજરાતના સૌ નાગરિકો વ્યાપક હિતમાં સમર્થન આપે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના સોશીયલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુકના માધ્યમથી રાજ્યના નાગરિકોને સંબોધન કરતા કહ્યું કે, લોકોએ અફવાઓ થી ગભરાવાની કોઈ જરૂર નથી.

મુખ્યમંત્રીએ સૌ નાગરિકોને રાજ્યના મુખ્યમંત્રી તરીકે એવો વિશ્વાસ આપ્યો કે રાજ્યમાં ફરીથી લોક ડાઉન આવવાનું નથી જ કે કોરોનાને કારણે સરકાર કોઈ ધંધા રોજગાર પણ બંધ કરવાની નથી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાગરિકોને એમ પણ જણાવ્યું કે ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસના મુદ્દે સરકાર ખૂબ જ ગંભીરતાથી પ્રયાસો કરી રહી છે. એટલું જ નહીં કેસ કઈ રીતે ઘટાડવા અને નવા આવેલા કેસોની સતત ટ્રીટમેન્ટ થાય લોકો સાજા થઈને જલ્દી પાછા જાય તે માટે પણ યોગ્ય કાર્યવાહી આ સરકાર કરી રહી છે.

મુખ્યંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ‘કોરોનાનું આ સંક્રમણ ફેલાતું અટકાવવાના ભાગરૂપે સરકારે થોડાંક પગલાંઓ લેવાં પડ્યાં છે. મહાનગરોમાં શાળા-કોલેજાેમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવું પડ્યું છે તો ઓનલાઇન શિક્ષણ આપણે ચાલું જ રાખ્યું છે. કેટલાક મહાનગરોમાં રાત્રિ કર્ફ્‌યુનો સમય વધારવો પડ્યો છે.

હોટલ-રેસ્ટોરન્ટ્‌સ પર અમુક અંકુશો લાદવા પડ્યા છે. વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ફરી એકવાર કોરોનાના સંક્રમણને અટકાવવા માટે લેવામાં આવેલા આ આકરા પગલા રોજિંદા જીવનમાં થોડી અગવડ ઊભી કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.