Western Times News

Gujarati News

પિતા બીજા લગ્ન કરે તો પુત્રી વાંધો ઉઠાવી શકેઃ હાઈકોર્ટ

૨૦૦૩માં વેપારી પિતાએ બીજા લગ્ન કર્યા હતા-જાે માતાના મૃત્યુ પછી પિતા બીજા લગ્ન કરે તો દીકરી પ્રશ્ન ઉઠાવી શકે છેઃ બોમ્બે હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

મુંબઈ,  બોમ્બે હાઈકોર્ટે ફેમિલી કોર્ટનો એક ચુકાદાને રદ કરતા બુધવારે ખૂબ જ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. એક મોટા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટની દીકરી દ્વારા પોતાની માતાના મોત બાદ ૨૦૦૩માં પિતાએ કરેલા બીજા લગ્ન અને તેની કાયદેસરતા સામે સવાલ ઉઠાવવા અંગેના કેસમાં ફેમિલી કોર્ટના ચુકાદાને બાજુ પર કરીને બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે દીકરી પિતાના બીજા લગ્નની કાયદેસરતા પર સવાલ ઉઠાવી શકે છે જાે તે ન્યાય સંગત હોય તો. અહીં આ કેસમાં અમને કેટલીક બાબતો અરજકર્તાએ દર્શાવી છે તેના આધારે અમે આ કેસની સુનાવણી હાથ ધરવા જઈ રહ્યા છીએ.

ઇન્ડસ્ટ્રિયાલિસ્ટની દીકરીએ કથિત દાવો કરતા કહ્યું કે ‘વર્ષ ૨૦૧૬માં તેને જાણવા મળ્યું કે તેની બીજી માતા પહેલાથી મેરિડ છે અને તેણે પોતાના પહેલા પતિ પાસેથી યોગ્ય રીતે ડિવોર્સ લીધા વગર મારા પિતા સાથે લગ્ન કર્યા છે. આ હકીકત તેણે બીજા લગ્ન સમયે છુપાવી છે.’ જ્યારે મહિલાએ દાવો કર્યો હતો કે તેણે ૧૯૮૪માં જ તલાકનામા દ્વારા છૂટાછેડા લઈ લીધા છે તેથી તેના આ બીજા લગ્ન કાયદાની દ્રષ્ટીએ માન્ય છે.

જસ્ટિસ આર. ડી. ધનુકા અને વીજી બિસ્ટની બેન્ચ દ્વારા ફેમિલી કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદો કે દીકરી પિતાના લગ્ન અંગે સવાલ ન પૂછી શકે નહીં તેને ખોટ ગણાવતા કહ્યું કે એક કરતા વધુ કેસની સંખ્યાના વધારા પર કાબૂ રાખવા માટે બનાવવામાં આવેલા નિયમોનો હવાલો આપીને પિતા પર દીકરીના આ હકને અવગણી શકાય નહીં.

ખંડપીઠ વરિષ્ઠ વકીલ વિનીત નાઈક અને એડવોકેટ શેરોય બોધનવાલા સાથે સંમત થઈ હતી કે લગ્નની માન્યતા અંગે ર્નિણય લેવા માટે ફક્ત ફેમિલી કોર્ટ જ અધિકાર ધરાવે છે અને તેથી કેસના મલ્ટિપ્લિકેશન પર પ્રતિબંધ રાખવાનો નિયમ લાગુ થતો નથી. ૬૬ વર્ષની દીકરીએ ૨૦૧૯માં બાન્દ્રા ફેમિલી કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા અંગે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

જેમાં તેણે કહ્યું હતું કે પોતાના દ્વારા પિતાના બીજા લગ્નને ગેરકાયદેસર કરાર દેવાની અરજીને નકારી કાઢવામાં આવી હતી. ફેમિલી કોર્ટના આદેશમાં જણાવ્યું હતું કે કે ચંદારાણા સાથે દીપ્તી પાંડા, ૬૬ વર્ષીય બીજી પત્નીના વકીલે ધારદાર દલીલ કરતા કહ્યું હતું કે દીકરી પિતાના લગ્નની કાયદેસરતા અંગે સવાલ ઉઠાવી શકે નહીં. કારણ કે લગ્ન એ બે વ્યક્તિની બાબત છે તેના પર કોઈ ત્રીજાે પક્ષ તેની કાયદેસરતા અંગે ડિક્લેરેશન માગી શકે નહીં.

ફેમિલી કોર્ટ એક્ટની જાેગવાઈ “વ્યાપક રીતે બંધાયેલ” હોવાનું નિરીક્ષણ કરતા હાઈકોર્ટના ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે પુત્રી પાસે “તેના પિતાના લગ્નની માન્યતા, બીજી પત્નીને અને તેના વૈવાહિક દરજ્જાને લઈને સવાલ કરવા માટે દરેક અધિકાર છે”

જ્યારે અગાઉ દીકરીની અરજી નકારી કાઢતા ફેમિલી કોર્ટે કહ્યું હતું કે દીકરીએ પહેલા જૂન ૨૦૧૫માં તેના પિતાના મોત બાદ બોમ્બે હાઈકોર્ટનો દરવાજાે ખટખટાવ્યો હતો. જાેકે તે સમયે તેણે લગ્નની યોગ્યતા અને કાયદેસરતાને લઈને કોઈ સવાલ ઉઠાવ્યો નહોતો. જેથી હવે તેની પાસે આવું કરવાને કોઈ હક રહેતો નથી.

એક તરફ દીકરી અને તેના ભાઈ-બહેનો અને બીજી તરફ સાવકી માતાનો આ કેસ આજે પણ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે જેમાં મૃતકની સંપત્તિ મામલે બંનેએ એકબીજા પર હડપી જવાનો આરોપ લગાવ્યો છે. દીકરીની અરજીમાં જણાવ્યા મુજબ તેની માતાનું મોત ફેબ્રુઆરી ૨૦૦૩માં થયું હતું જે બાદ જુલાઈ ૨૦૦૩માં તેના પિતાએ મુંબઈમાં મેરેજ ઓફિસર સામે બીજા લગ્ન કર્યા હતા.

તેણે ફેમિલી કોર્ટ સામે અપીલ કરી હતી કે તેના પિતાના લગ્નને ગેરકાયદેસર કરાર આપવામાં આવે. જેનો વિરોધ કરતા સાવકી માતાના વકીલે કહ્યું હતું કે જાે આવું હોય તો કાયદા મુજબ લગ્નના ત્રણ વર્ષની અંદર આ પ્રકારની અપીલ કરવી જાેઈએ હવે જ્યારે આટલા વર્ષ થઈ ગયા છે ત્યારે કાયદાની બહારની વાત છે.

જેના જવાબમાં દીકરીના વકીલે જણાવ્યું હતું કે તેમના અસીલને પિતાની બીજી પત્ની દ્વારા આચરવામાં આવેલ ફ્રોડની ૨૦૧૬માં જ જાણ થઈ હતી. જેથી તે પોતાની અરજી દાખલ કરવામાં જરા પણ મોડી નથી. હાઈકોર્ટે દલીલને માન્ય રાખતા આગામી ૬ મહિનામાં આ કેસનો નિકાલ કરવાનો નિર્દેશ કરતા કેસ ફેમિલી કોર્ટમાં પરત મોકલ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.