Western Times News

Gujarati News

મુકેશ અંબાણીના ઘરે જીલેટિન કાર પ્લાન્ટ કરવાના તાર અમદાવાદ સુધી પહોંચ્યા

અમદાવાદ: દેશના સૌથી શ્રીમંત મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયાની બહાર જીલેટિન ભરેલી સ્કોર્પિયો કાર પ્લાન્ટ કરવાના કેસમાં હવે તપાસ કરી રહેલી એટીએસ અને એનઆઈએ દ્વારા માઈક્રો તપાસ આરંભી દેવામાં આવી છે. જેમાં ખાસ કરીને મનસુખ હિરેનના મોત બાદ તપાસમાં હવે નવો વળાંક આવ્યો છે. જેમાં પણ ખાસ કરીને સચિન વજે સહિત ૫ લોકો જે સીમકાર્ડનો ઉપયોગ કર્યો હતો તે અમદાવાદથી ખરીદીને એક્ટિવ થયા છે. હવે તેના મૂળ સુધી પહોંચવા માટે મુંબઈ એટીએસની ટીમ અમદાવાદ પહોંચી છે. જે હાલ સીમકાર્ડ વેચનાર સુધી પહોંચી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
મુંબઈ પોલીસે હત્યા કેસમાં જે બે આરોપીઓની ધરપકડ કરી છે, તેમાં બુકી નરેશ ઘોરે પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, મનસુખની હત્યા પહેલા તેણે પાંચ સીમ કાર્ડ અલગ-અલગ નામે અમદાવાદથી ખરીદ્યા હતા. આ સીમ કાર્ડ ખરીદવાની સૂચના એનઆઈએ દ્વારા જેની ધરપકડ કરવામાં આવી તેવા આસીસ્ટન્ટ પોલીસ ઈન્સપેક્ટર સચિન વાઝેના કહેવાથી ખરીદ્યા હતા.પાંચ પૈકી એક સીમ કાર્ડનો ઉપયોગ ખુદ સચિન વાઝે પણ કરી રહ્યા હતા.મકાર્ડ

મુંબઈ એટીએસએ વધુ પુરાવા મેળવવા માટે અમદાવાદમાં આવી તપાસનો દૌર આગળ વધાર્યો છે. જે પાંચ વ્યક્તિના નામે અમદાવાદથી સીમકાર્ડ ખરીદવામાં આવ્યા તેઓ કોણ છે તેમને નરેશ ઘોર સાથે શું સંબંધ છે?, સીમ કાર્ડ વેચનાર દુકાનદારે સીમ કાર્ડ એક્ટિવ કરતાં પહેલા જરૂરી દસ્તાવેજી પુરાવા લીધા હતા કે નહીં. તે મામલે તપાસ કરવા એટીએસ અમદાવાદ આવી છે.

એન્ટિલિયાની બહાર શંકાસ્પદ કારમાં વિસ્ફોટક મળ્યા પછી આશંકા વ્યક્ત કરાઈ રહી હતી કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી નિશાના પર છે. સીસીટીવી ફૂટેજની તપાસમાં સામે આવ્યું છે કે એન્ટિલિયાની બહાર કાર ૨૪ ફેબ્રુઆરીની રાતે લગભગ એક વાગ્યે પાર્ક કરાઈ હતી. આ પહેલાં આ કાર ૧૨.૩૦ વાગ્યે રાતે હાજી અલી જંક્શન પહોંચી હતી અને અહીં લગભગ ૧૦ મિનિટ સુધી ઊભી હતી. આ ગાડીમાંથી જિલેટિનની ૨૦ સ્ટિક્સ મળી આવી હતી,

સાથે જ અમુક અન્ય દસ્તાવેજ પણ મળ્યા હતા, ત્યાર પછી મામલાની તપાસ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર સરકારે આ મામલાની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી છે, સાથે જ અત્યારસુધી આ મામલામાં કેસ પણ નોંધી લેવાયો છે. સીસીટીવીથી પુરાવા શોધવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સાથે જ આ કારમાંથી એક ચિઠ્ઠી મળી આવી છે, જેમાં લખ્યું છે-‘મુકેશભાઈ, આ તો ફક્ત ટ્રેલર છે, આખી વ્યવસ્થા થઈ ગઈ છે’

મુકેશના ઘર એન્ટિલિયાથી લગભગ ૨૦૦ મીટર એક શંકાસ્પદ જીેંફમાંથી ગુરુવાર સાંજે જિલેટિનની ૨૦ સ્ટિક્સ મળી હતી. તપાસ દરમિયાન કારનો નંબર પણ ખોટો મળ્યો. પોલીસના જણાવ્યા પ્રમાણે, એન્ટિલિયામાં બુધવારની રાતે લગભગ ૧ વાગ્યે જીેંફ ઊભી કરવામાં આવી હતી. અહીં ૨ ગાડી જાેવા મળી હતી, જેમાં એક ઈનોવા પણ સામેલ છે. આ ગાડીનો ડ્રાઈવર જીેંફને અહીં પાર્ક કરીને જતો રહ્યો હતો.એન્ટિલિયાની બહાર જે ગાડી મળી એ સ્કોર્પિયો કાર હતી. આ ગાડીને મોડી રાતે લગભગ એક વાગ્યે ઊભી કરાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.