Western Times News

Gujarati News

દમણ અને સેલવાસમાં બંધનું એલાન, ૧૪૪ની કલમ લાગુ

સાંસદ મોહન ડેલકરના મોત મામલોે-આરોપીઓને સજા મળે તે માટે લોકો દ્વારા કેન્ડલ માર્ચ, પૂતળા દહન, રેલી યોજી વિરોધ કરવામાં આવી રહ્યો છે

દમણ, સ્વ. સાંસદ મોહન ડેલકરના મોત મામલે બંને સંઘ પ્રદેશના લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે અને દિવસેને દિવસે આરોપીઓને સજા મળે તે માટે લોકો દ્વારા કેન્ડલ માર્ચ, પૂતળા દહન, રેલી યોજી વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ત્યારે આજરોજ સ્વ. સાંસદ મોહન ડેલકરની માસિક પુણ્યતિથી હોવાથી દમણ અને સેલવાસમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેને પગલે સવારથી જ દમણ અને સેલવાસમાં બંધની સંપૂર્ણ અસર જાેવા મળી રહી છે. સ્વ. સાંસદ મોહન ડેલકરના મોત મામલે દમણ અને સેલવાસમાં બંધના એલાનને લઇ લોકોએ સ્વંભુ દુકાનો, બાર- રેસ્ટોરન્ટ બંધ રાખ્યા છે.

આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. દમણ અને સેલવાસમાં ૧૪૪ ની કલમ પણ લાગુ કરવામાં આવી છે. ત્યારે બંધને સફળ બનાવવા અને સાંજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આપવા લોકો આતુર બન્યા છે. પરંતુ પ્રસાસને આ કાર્યક્રમ નહીં યોજવા દેવા માટે સંપૂર્ણ તૈયારી કરી છે.

મોહન ડેલકર (૫૮) ૧૯૮૯થી દાદરા અને નગર હવેલી લોકસભા ક્ષેત્રની સાંસદ છે. તેઓ અહીંથી ૭ વખત ચૂંટાયા છે. તેઓ ૨૦૦૯માં કોંગ્રેસમાં જાેડાયા હતા. પરંતુ વર્ષ ૨૦૧૯ની ચૂંટણી પહેલા પાર્ટી છોડી દીધી અને અપક્ષ તરીકે મેદાનમાં ઉતરી ચૂંટણી જીતી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.