Western Times News

Gujarati News

મોદીએ ઈમરાન ખાનને નેશનલ ડે પર શુભેચ્છા આપી

નવી દિલ્હી: ભારત-પાકિસ્તાનના સંબંધો સુધરતા જાેવા મળી રહ્યા છે. પીએમ મોદીએ પાકિસ્તાન નેશનલ ડે પ્રસંગે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને પત્ર લખીને શુભેચ્છા આપી છે. પીએમ મોદીએ લખ્યું કે, પાકિસ્તાન નેશનલ ડે પ્રસંગે પાકિસ્તાનની જનતાને ખૂબ ખૂબ અભિનંદન. પીએમ મોદીએ શુભેચ્છાઓ સાથે આતંકવાદ મુદ્દે પણ પોતાની વાત કહી.

તેમાં તેમણે શુભેચ્છાઓ આપતા કહ્યું કે, ભારત પાકિસ્તા સાથે સદ્ભાવપૂર્ણ સંબંધની ઈચ્છા રાખે છે. તેના માટે પરસ્પર વિશ્વાસ ઊભો થવો અને આતંકવાદનો અંત થવો જરૂરી છે. આ પહેલા ઈમરાન ખાન કોવિડ પોઝિટિવ થયા બાદ પીએમ મોદીએ તેઓ જલદી સ્વસ્થ થઈ જાય તે માટે કામના કરી હતી. મોદીએ ટિ્‌વટ કરી કહ્યું હતું કે, વડાપ્રધાન ઈમરાન ખાન જલદી કોવિડ-૧૯માંથી બહાર આવે તેવી કામના કરું છું.

પાકિસ્તાનના એક સીનિયર રાજદ્વારીએ આજે કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાને ક્ષેત્રમાં સ્થાયી શાંતિ અને સ્થિરતા માટે બધા દ્વિપક્ષીય મુદ્દા, ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના મુદ્દાને વાતચીતથી હલ કરવો જાેઈએ. જણાવી દઈએ કે, એવા અહેવાલો આવ્યા હતા કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થાપવા માટે યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)ના શાસક શેક મોહમ્મદ બિન જાયદ અલ નહયાન અંગત રસ લઈ રહ્યા છે. જાેકે, ભારત અને પાકિસ્તાન બંનેમાંથી કોઈના વિદેશ મંત્રાલયે આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી. પરંતુ યુએઈના અધિકારીઓએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે સીઝફાયરને લઈને થયેલી સંમતિ ગુપ્ત રીતે ચાલી રહેલી વાતચીતમાં મહત્વનો પડાવ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.