Western Times News

Gujarati News

દયાબેન ફરી એક વખત ટીવી ઉપર જાેવા મળશે

મુંબઈ: નાના પડદાના સૌથી લોકપ્રિય ટેલિવિઝન શોમાંમાંથી એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોનો પહેલો એપિસોડ ૨૮ જુલાઈ, ૨૦૦૮ ના રોજ પ્રસારિત થયો હતો અને છેલ્લા ૧૩ વર્ષમાં શોના ૩૧૨૫ એપિસોડ પ્રસારિત થયા છે. તારક મહેતા એ એક ફેમિલી એન્ટરટેઇનમેન્ટ શો છે જે પ્રેક્ષકોને પસંદ આવે છે અને હવે આ શો બાળકોની ચેનલ સોની ય પર આવી રહ્યો છે.

ચેનલે શોનો પ્રોમો વીડીયો રજૂ કર્યો છે જેમાં તેના મુખ્ય પાત્રોની ઝલક છે. કાર્ટૂન શોમાં જેઠાલાલ, દયાબેન, ટપ્પુ અને બાપુજી જેવા તમામ લોકપ્રિય પાત્રોને પણ સ્થાન આપવામાં આવ્યું છે જે અસલ શોની જાન છે. સોની યે ઇન્સ્ટાગ્રામ પર પ્રોમો રિલીઝ કરતાં મેકર્સે લખ્યું કે, અમે અમારા બ્રાન્ડ ન્યૂ શોમાંથી ટપ્પુના લૂકને રિલીઝ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. ટૂંક સમયમાં આવી રહ્યા છીએ. શોને લઇને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. કારણ કે આ કાર્ટૂન શો બાળકોની ચેનલ પર બાળકો માટે લાવવામાં આવી રહ્યો છે

તેથી અપેક્ષા કરવામાં આવે છે કે ટપ્પુના પાત્રને થોડી વધારે પ્રાધાન્ય આપવામાં આવશે. પરંતુ જેઠાલાલનો આખો પરિવાર પ્રોમોમાં બતાવવામાં આવ્યો છે. ગોકુલધામ સોસાયટીના લોકો નાના પડદા પર ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યા હતા. ઘણા જૂના કલાકારો બદલાઈ ગયા છે. દયાબેનની છેલ્લા બે વર્ષથી રાહ જાેવાઈ રહી છે કે તેઓ ફરી ક્યારે પરત ફરે છે. ઓરિજનલ શોમાં દયા બેન ક્યારે આવે તે નક્કી નથી પરંતુ ટુંક સમયમાં ફરી ટીવી પર આ શો દ્વારા તમને દયા બેન ‘હે માં માતાજી કરતા જાેવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.