Western Times News

Gujarati News

રાશિ રિક્ષાવાળી દ્વારા હોળી અને રંગ પંચમીની ઉજવણીનો સ્પેશ્યલ એપિસોડ

એપિસોડ માં રાકેશ બારોટ અને કાજલ મહેરિયા નો સ્પેશ્યલ અપીયરન્સ-જરૂર થી જુઓ રંગોની ભરમાર થી ભરપૂર એપિસોડ ૨૯ માર્ચ ના રોજ રાત્રે ૮ વાગે, ફક્ત કલર્સ ગુજરાતી પર

હોળીના તહેવારની રંગતને ધ્યાનમાં રાખી, કલર્સ ગુજરાતી એ તેના દર્શકો માટે મનોરંજનનો એક જબરજસ્ત ડોઝ તૈયાર કર્યો છે. કલર્સ ગુજરાતી ના પોપ્યુલર શૉ રાશિ રિક્ષાવાળીનો એક સ્પેશ્યલ રંગોથી ભરપૂર એપિસોડ ૨૯મી માર્ચ ૮ વાગે જોવા મળશે. આ શો દ્વારા રંગપંચમીની ઉજવણી કરવામાં આવશે.

હોળી ની ઉજવણીની શરૂઆત હોળીની રાત્રે હોલિકા દહનથી થાય છે જ્યાં લોકો ભેગા થઇ હોલિકાની અગ્નિ સામે ધાર્મિક વિધિ કરી ઉજવણી કરે છે અને ઈશ્વરને પ્રાર્થના કરે છે કે જેમ હોલિકા દહનમાં હોલિકાનો નાશ થયો હતો તે જ રીતે વ્યક્તિની અંદર રહેલા દુષ્ટ તત્વનો પ્રભુ નાશ કરે. રંગપંચમી એક અત્યંત લોકપ્રિય તહેવાર છે જે રાધા અને કૃષ્ણના પવિત્ર પ્રેમની સ્મૃતિમાં ઉજવવામાં આવે છે.

કલર્સ ગુજરાતીના લોકપ્રિય શો રાશિ રિક્ષાવાળીમાં પ્રેમ, ફ્રેન્ડશીપ, એકતાના રંગોની ઉજવણી જોવા મળશે અને તેમાં જોડાશે લોકપ્રિય ગુજરાતી ગાયકો રાકેશ બારોટ અને કિંજલ મહેરિયા. તો તૈયાર થઇ જાઓ આ વર્ષની હોળી અને રંગપંચમીની ઉજવણી કરવા માટે કલર્સ ગુજરાતીની લોકપ્રિય જોડી શુભ અને રાશિ સાથે…

આ એપિસોડમાં રાશિ હોળીની ઉજવણી કરવા માટે તૈયારીઓ આરંભે છે પણ પ્રિયંકા તેના બદઇરાદાઓથી રાશિની  બધી જ તૈયારીઓમાં અડચણ ઉભી કરવાનો પ્રયાસ કરે છે. પ્રિયંકા તેની યોજનામાં સફળ થશે? આ તરફ સુવર્ણાબેન શુભને રાશિની માફી માંગવા માટે કહે છે પણ શું લાગે છે ..

શુભ અને રાશિ જોડે હોળી પૂજા કરી શકશે કે નહિ? ધુળેટીની ઉજવણી માટે શુભ બધાને જણાવે છે કે તેણે એક ઇવેન્ટ મેનેજર ને રોક્યો છે અને મેનેજર ધુળેટીની ઉજવણીની બધી જ તૈયારીઓ કરશે. અહીં રાશિ શુભ ને ચેલેન્જ કરે છે કે એ ધુળેટીની સવારે સૌથી પહેલા શુભને હોળીના રંગો થી રંગશે પણ શુભ કહે છે કે તેને રંગો ગમતા નથી અને તે ધુળેટી રમતો પણ નથી. આ વાત પ્રિયંકા સાંભળી જાય છે અને તે નક્કી કરે છે કે તે રાશિને આ ચેલેંજ જીતવા નહિ જ દે. ધુળેટીની સવારે નિશા અને વિપુલ ઠંડાઈ પીધા પછી વિચિત્ર રીતે વર્તે છે.

દર્શકો ને શુભ અને રાશિની રોમેન્ટિક પળો જોવા મળશે, ઉપરાંત આ અવસરે કાજલ મહેરિયા અને રાકેશ બારોટ, શુભના ઘરે પધારી ગીતોની રમઝટથી વાતાવરણ ને પ્રફુલ્લિત બનાવશે. કલર્સ ગુજરાતી પર તા. ૨૯ માર્ચ ના રાત્રે ૮ વાગે, રાશિ રિક્ષાવાળીના કલરફુલ એપિસોડ પર આ મસ્તી અને ધમાલ જોવાનું ચૂકશો નહિ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.