Western Times News

Latest News from Gujarat

HDFC રિટાયરમેન્ટ સેવિંગ્સ ફન્ડ- નિવૃત્ત થવાની સાથે ટેક્સ બચાવવાનો સ્માર્ટ ઉપાય

દરેક યુવા રોકાણકારના મનમાં નિવૃત્તિ માટેનો વિચાર છેલ્લે આવતો હોય છે. નિવૃત્તિના આયોજનની વાત આવે ત્યારે લોકો આ કામ ટાળવાનું પસંદ કરે છે, કારણ કે તેઓ તેનું મહત્વ હાલ સમજતાં નથી અને ભવિષ્યમાં તેના વિષે વિચારીશું એમ માનીને વિચારવાનું બંધ કરી દે છે. જો કે, યુવા રોકાણકારના મનમાં કર બચત હોય છે અને તેને સમજે પણ છે. ટેક્સ એ મોટી રકમ હોય છે, જે આવકના મોટા હિસ્સાને ખાઈ જાય છે.

નિવૃત્તિનો સમય ભલે ગમે એટલો દૂર હોય તેને નજરઅંદાઝ કરીએ તો, આજના સમયમાં નિવૃત્તિનાં આયોજનને જરાય ઓછું આંકવું ન જોઇએ. મેડિકલ સાયન્સમાં પ્રગતિની સાથે સાથે આપણા આયુષ્યમાં પણ વધારો થયો છે. તેનો અર્થ એ થયો કે નિવૃત્તિ જીવનનો ગાળો વધી ગયો છે. મેડિકલ ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે.

ભારતમાં નિવૃત્તિના લાભ બહુ ઓછા લોકોને મળે છે અને દેશમાં સામાજિક સલામતીનું માળખું પ્રમાણમાં નબળું છે. વળી, નિવૃત્તિ પછીનાં જીવનમાં ફુગાવા સામે રક્ષણ મેળવવાનું અને જીવનધોરણ જાળવી રાખવું (સુધારવાનું પણ) જરૂરી બની જાય છે આ બાબતોને ધ્યાનમાં રાખતા પૂરતા પ્રમાણમાં મોટું નિવૃત્તિ ભંડોળ ઊભું કરવાનાં મહત્વને સમજવું જરૂરી છે.

આવામાં, નિવૃત્તિ પછીનાં નાણાંકીય આયોજનને વિલંબમાં મૂકવું ખર્ચાળ સાબિત થઈ શકે છે. નિવૃત્તિ માટેના ભંડોળમાં રોકાણ કરવામાં 10 વર્ષનો વિલંબ કરવાથી કુલ નિવૃત્તિ ભંડોળમાં 50 ટકાનો ઘટાડો થઈ શકે છે, મોડેથી સમાન રકમ રોકો તો પણ ભંડોળ ઘટવાનું જ છે. આમ, જેટલું વહેલું શરૂ કરો એટલું વધારે ભંડોળ ભેગું થશે.

તો પછી શા માટે કર આયોજન અને નિવૃત્તિ પછીનાં નાણાંકીય લક્ષ્યાંકોનું આયોજન સાથે સાથે ન કરીએ? એચડીએફસી રિટાયરમેન્ટ સેવિંગ્સ ફન્ડ (‘ફન્ડ’) એવું મ્યુચ્યુઅલ ફન્ડ છે જે યુવા રોકાણકારોને એક તીરથી આ બે નિશાન સાધવામાં મદદ કરે છે. આ ફન્ડ ઇન્કમટેક્સ એક્ટ, 1961ની કલસ 80સી હેઠળ નોટિફાઇડ પેન્શન સ્કીમ છે.

આ ફન્ડમાં રોકાણ કરવાથી તમારી કરપાત્ર આવકમાંથી રૂ. 1,50,000 સુધીની કપાત મળી શકે છે. ઊંચા ટેક્સ બ્રેકેટમાં આવતા રોકાણકાર માટે દર વર્ષે રૂ. 46,800 (સરચાર્જને બાદ કરતાં)ની કર બચત થઈ શકે છે. યુવા રોકાણકાર આ ફન્ડમાં રોકાણનું વિચારી શકે છે અને કર બચાવવાની સાથે સાથે નિવૃત્તિ ભંડોળ ઊભું કરવાના બેવડાં લાભ મેળવી શકે છે.

જો કે, દરેક વ્યક્તિ અનોખી છે. બે રોકાણકારની જોખમ ક્ષમતા સરખી નથી હોતી અને તેથી તેમણે તેમના પોર્ટફોલિયોમાં સમાન એસેટ એલોકેશનની જરૂર નથી. એચડીએફસી રિટાયરમેન્ટ સેવિંગ્સ ફન્ડ પેન્શન સ્કીમ છે, જે ત્રણ વિવિધ વિકલ્પો આપે છે-ઇક્વિટી પ્લાન, હાઇબ્રિડ ઇક્વિટી પ્લાન અને હાઇબ્રિડ ડેટ પ્લાન. ઇક્વિટી પ્લાનમાં સૌથી વધુ રોકાણ ઇક્વિટીમાં થાય છે, જ્યારે હાઇબ્રિડ ડેટ પ્લાનમાં સૌથી ઓછું. તેથી, રોકાણકારો તેમની રિસ્ક-રિટર્ન પ્રોફાઇલ અને ઉંમરના આધારે બંધ બેસતા પ્લાનમાં રોકાણ કરી શકે છે.

આ ફન્ડમાં પાંચ વર્ષનો અથવા 60 વર્ષ બેમાંથી જે પહેલું આવે તે લોક-ઇન પિરિયડ છે. આનાથી, લાંબા ગાળાની રોકાણ શિસ્ત આવે છે. આવકનો ચોક્કસ હિસ્સો લોક્ડ-ઇન થાય અને ભવિષ્ય માટે રોકવામાં આવે ત્યારે રોકાણકારો અન્ય અંગત /સામાજિક જરૂરિયાતો પરનો ખર્ચ ઘટાડે છે. આ ફન્ડ રોકાણને લાંબા ગાળા માટે જાળવી રાખવા પ્રોત્સાહન આપે છે, જે સમય જતાં નોંધપાત્ર ભંડોળ એકત્ર કરવા માટે મહત્વનું છે.

વધુમાં, એક વાર ભંડોળ ઊભું થઈ જાય પછી નિવૃત્તિ બાદ સતત આવકનો પ્રવાહ ચાલુ રહે તે માટે સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન (SWP) નો ઉપયોગ પણ કરી શકાય. એકંદરે, લક્ષ્ય આધારિત રોકાણ સાધન હોવાથી એચડીએફસી રિટાયરમેન્ટ સેવિંગ્સ ફન્ડ આપણને ભવિષ્યમાં આરામદાયક નિવૃત્ત જીવન સામે વર્તમાન અપેક્ષાઓને સંતુલિત કરવામાં મદદ કરે છે. તેથી, આ ફન્ડમાં રોકાણ કરવું એ કરમાં બચત કરવાની સાથે સાથે સ્ટાઇલથી નિવૃત્ત થવાનો આદર્શ માર્ગ છે.

વ્યક્તિગત રોકાણકાર/એચયુએફ ઇન્કમટેક્સ એક્ટ, 1961ની કલમ 80સી હેઠળ રૂ. 1.5 લાખ સુધીની રકમ આ કલમ હેઠળ નોટિફાઇડ ટેક્સ-સેવિંગ પેન્શન સ્કીમમાં રોકીને કુલ આવકમાંથી બાદ મેળવી શકે છે. વ્યક્તિગત ધોરણે કર સ્થિતિ બદલાતી હોવાથી દરેક રોકાણકારને તેના પ્રોફેશનલ ટેક્સ એડવાઇઝરનો સંપર્ક સાધવાની સલાહ છે.

રોકાણકારે કોઇ પણ જામીનગીરીમાં રોકાણનો નિર્ણય લેતાં પહેલાં પૂરતી સલાહ લેવી જરૂરી છે. અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય હેતુ માટે છે. ભૂતકાળની કામગીરી ભવિષ્યમાં ન પણ જળવાઇ શકે. એચડીએફસી મ્યુચ્યુઅલ ફન્ડ/એએમસી આ સ્કીમમાં કરેલા રોકાણ પર વળતરની કોઇ ગેરન્ટી આપતું નથી.

રોકાણની વર્તમાન સ્ટ્રેટેજી બજારની સ્થિતિને આધારે બદલવાને આધીન છે. આપવામાં આવેલા અભિપ્રાય/માહિતી કોઈ ચોક્કસ રોકાણ લક્ષ્ય, નાણાંકીય સ્થિતિ અને આ માહિતી મેળવનાર ચોક્કસ વ્યક્તિની વિશેષ જરૂરિયાત સાથે સંલગ્ન નથી. અહીં આપવામાં આવેલી માહિતી અમારા વર્તમાન અભિપ્રાય પર આધારિત છે. વાસ્તવમાં આવનારા જાણ્યા અને અજાણ્યા જોખમો તથા અનિશ્ચિતતાઓ, કામગીરી અને ઘટનાઓ પણ તેમાં સંકળાયેલી છે.

આને કારણે અહિં નિર્દિષ્ટ કે વ્યક્ત કરાયેલી વિગતો કરતાં વાસ્તવિકતા અલગ હોઈ શકે છે. રોકાણકારોએ એ જાણી લેવું જોઇએ કે રાજકોષીય નિયમો /કર સંબંધિત કાયદા બદલાઈ શકે છે અને વર્તમાન ટેક્સ સ્થિતિ અચોક્કસ મુદત સુધી ચાલુ રહેશે તેની કોઇ ખાતરી નથી. કરની અસર અલગ અલગ થતી હોવાથી રોકાણકારે પૂરતી સલાહ લેવી જોઇએ.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers