Western Times News

Gujarati News

ગ્રામીણ મહિલા સશક્તિકરણનો NGO દ્વારા ઉમદા પ્રયાસ

આસ્થા ફાઉન્ડેશન ઓફ હોપ – એન.જી.ઓ ગ્રામીણ મહિલાઓના સશક્તિકરણના ઉમદા હેતુ સાથે ચુનંદા સામાજિક કાર્યકરોના સઘન પ્રયાસોથી અમદાવાદ ખાતે કાર્યરત છે. ગ્રામીણ મહિલાઓની સામાજિક અને આર્થિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એન.જી.ઓ વિવિધ પ્રકારના કાર્યો કરી રહી છે.

એમીટી સ્કૂલ ઓફ ફેશન ટેક્‌નોલોજીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનિ કુમારી ધ્રુવી કોટાએ તેના હ્યુમન વેલ્યુ અને કોમ્યુનિટી આઉટરીચ વિષય અંતર્ગત આસ્થા ફાઉન્ડેશન ઓફ હોપ એન.જી.ઓ.માં પોતાનું રિસર્ચ વર્ક હાલમાં જ પૂર્ણ કર્યું.

કુમારી ધ્રુવીએ એન.જી.ઓ.માં કાર્યરત ગ્રામીણ મહિલાઓના લાભાર્થે નીચે મુજબના કાર્યોને પ્રોત્સાહિત કરી પોતાનું પણ યોગદાન આપ્યું.

વૃક્ષારોપણ પ્રવૃત્તિ;  ગ્રામીણ મહિલાઓની વધતી ઉંમર સાથે તેમની ચોખ્ખી હવા અને શાંતિપૂર્ણ વાતાવરણ અર્થે એન.જી.ઓ.માં વૃક્ષારોપણની પ્રવૃત્તિને વેગ આપ્યો.

– યોગા પ્રવૃત્તિ;  વયોવૃદ્ધ મહિલાઓની શારીરિક અને માનસિક સ્થિતિને મજબૂતી આપવા અર્થે તેમને યોગાની જાણકારી અને પ્રયોગો શીખવ્યા, જે એન.જી.ઓ.ની મહિલાઓને નિરોગી જીવન માટે મદદરૂપ થાય.

– ટાય અને ડાઈ પ્રવૃત્તિ; આસ્થા ફાઉન્ડેશન ઓફ હોપની આ પ્રવૃત્તિ ગ્રામીણ મહિલાઓની આર્થિક સ્થિરતા માટે અગત્યની હોઈ આ પ્રવૃત્તિને કુમારી ધ્રુવીએ વેગ આપવામાં પૂરતું યોગદાન આપ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.