Western Times News

Gujarati News

મુંબઇમાં માસ્ક નહીં પહેરનારાઓ પાસેથી ૪ કરોડ વસુલાયા

Files Photo

મુંબઇ: મુંબઇ પોલીસે માસ્ક ન લગાવવા પર શહેરના લગભગ બે લાખ લોકોથી એક મહીનાથી પણ ઓછા સમયમાં દંડ તરીકે ચાર કરોડ રૂપિયા વસુલ કર્યા છે.આ દંડ ૨૦ ફેબ્રુઆરીથી એકત્રિત કરવામાં આવી રહ્યો છે.

મુંબઇ પોલીસના પ્રવકતા ડીસીપી એસ ચૈતન્યે કહ્યું કે શહેરના વિવિધ સ્થાનોથી માસ્ક ન લગાવતા પકડાયેલા લગભગ બે લાખ લોકોથી દંડ તરીકે ચાર કરોડ વસુલવામાં આવ્યા છે.દંડના ૫૦ ટકા બૃદહમુંબઇ મહાનગર પાલિકાને જશે અને બાકીની રકમ પોલીસ કલ્યાણ ગતિવિધિઓમાં આપવામાં આવશે

તેમણે કહ્યું કે સરકારે કોવિડ ૧૯ પ્રોટોકોલ હેઠળ કોરોનાથી બચાવ માટે લોકોને માસ્ક પહેરવા સોશલ ડિસ્ટેંસિંગ રાખવા અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે જેને કારણે કેટલાક સ્થળોએ લોકડાઉન કરવામાં આવ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના એક દિવસમાં સૌથી વધુ ૫,૧૯૦ નવા મામલા સામે આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા ૩,૭૪,૬૪૧ થઇ ગઇ છે અત્યાર સુધી ૧૧,૬૧૦ રોગીઓના મોત થયા છે. જાે કે સરકાર તરફથી રસીકરણનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આમ છતાં સતત કેસો વધી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.