Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં ફરી લાગી શકે છે ટોટલ લોકડાઉન : નાયબ મુખ્યમંત્રીના સંકેત

મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે ઉપમુખ્યમંત્રી અજીત પવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમે રાજ્યમાં કોરોના વાયરસની પરિસ્થિતિને મોનીટર કરી રહ્યા છે. ૨ એપ્રિલ સુધી નજર રાખવામાં આવશે. જૉ લોકો કોરોના ગાઈડલાઇનનું પાલન નહીં કરે તો સરકાર પાસે લોકડાઉન સિવાય કોઈ જ રસ્તો નહીં બચે.

તેમણે આજે ચેતવણી આપતા કહ્યું કે બધા જ મેડિકલ સ્ટાફ અને અન્ય અધિકારીઓને સલાહ આપવામાં આવે છે કે કોરોના વાયરસના આંકડા વધી જશે તો કડક લોકડાઉન લાગુ કરી દેવામાં આવશે અને તે મુદ્દે શુક્રવારે ર્નિણય લેવામાં આવશે. પરંતુ જૉ પરિસ્થિતિ બગડી તો તે પહેલા પણ લોકડાઉન લાગુ કરી શકાય છે.

કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે અજીત પવારે આજે રાજ્યમાં નવી ગાઈડલાઇનનું એલાન કર્યું છે. રાજ્યમાં મોલ, માર્કેટ, સિનેમા હૉલ દરેક જાહેર જગ્યા પર ૫૦ ટકા ક્ષમતા સાથે કામ કરવાના આદેશ આપવાં આવ્યા છે. લગ્નમાં ૫૦ લોકોથી વધારે લોકોને પરવાનગી આપવામાં આવશે નહીં. મહારાષ્ટ્રમાં હોળી પર પણ લોકોને ભીડ ભેગી ન કરવા માટે ચેતવણી આપી દેવામાં આવી છે.

દેશમાં કોરોના વાયરસના કારણે ફરીથી બીજી લહેર આવી છે અને માર્ચ મહિનાની શરૂઆતથી જ કોરોના વાયરસની બીજી લહેરનો કહેર જાેવા મળી રહ્યો છે ત્યારે કોરોના વાયરસના કેસ દરરોજ ભારતમાં રેકોર્ડ તોડી રહ્યા છે. કોરોના વાયરસની આ બીજી લહેરમાં ચિંતાનો વિષય છે કે આ વાહતે કોરોનામાં નવા મ્યુટેન્ટ કેસ સામે આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પણ સ્વીકાર્યું છે કે ભારતમાં યુરોપ અને આફ્રિકન દેશોના વેરિયન્ટ આવી ગયા છે.

હોળીના તહેવાર પહેલા દેશમાં કોરોના વાયરસની રફતાર બેકાબૂ થઈ રહી છે. ભારતની રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા હોવા છતાં કોરોના કેસ વધી રહ્યા છે.

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. કોરોના વાયરસની બીજી લહેર સૌથી વધારે હાહાકાર મહારાષ્ટ્રમાં જાેવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં પ્રતિદિન કોરોના વાયરસના કેસ એક નવો રેકોર્ડ સર્જી રહ્યા છે. કોરોના વાયરસના ૩૧ હજાર કેસ સામે આવ્યા હતા તો ગુરુવારે કોરોના વાયરસના નવા કેસનો આંકડો તો ૩૫ હજારને પણ પાર થઈ ગયો. ગુરુવારે મહારાષ્ટ્રમાં ૩૫ હજાર ૯૫૨ કોરોના વાયરસ કેસ સામે આવ્યા છે

જ્યારે ૧૧૧ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં મુંબઈ શહેરમાં સૌથી વધારે કહેર જાેવા મળી રહ્યો છે. મુંબઈમાં એક દિવસમાં ૫૫૦૦ની ઉપર કેસ સામે આવ્યા છે જયારે ૧૪ લોકોના મોત થાય છે. મહારાષ્ટ્રમાં અત્યારે અડધી ડઝન શહેરોમાં લોકડાઉન લાગી ગયું અને એમાં પણ બીડ જેવા શહેરોમાં તો સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.