Western Times News

Gujarati News

બાંગ્લાદેશ પહોંચતા મોદીનું વિમાની મથકે શેખ હસીનાએ ખુદ સ્વાગત કર્યું

ઢાકા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસીય પ્રવાસ પર બાંગ્લાદેશ પહોંચ્યા હતાં તેઓ આજે સવરે ૧૦.૩૦ કલાકે બાંગ્લાદેશ પહોંચ્યા હતાં બાંગ્લાદેશની આઝાદીના ૫૦ વર્ષ પુરા થવા અને સંસ્થાપક શેખ મુજીબુર રહમાનની ૧૦૦મી જયંતિ પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે નરેન્દ્ર મોદી પહોંચ્યા હતાં. ઢાકા વિમાની મથકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે વડાપ્રધાન શેખ હસીના ખુદ હાજર હતાં અહીં તેમને ઢાકામાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઢાકાના સાવરમાં રાષ્ટ્રીય શહીદ સ્મારકનો પ્રવાસ કર્યો હતો અહીં તેમણે વૃક્ષારોપણ પણ કર્યું હતું અને વિજીટર બુકમાં પોતાનો સંદેશ પણ લખ્યો હતો ત્યારબાદ તે ઢાકાની એક હોટલ પહોંચ્યા હતાં જયાં તેમણે ભારતીય સમુદાયના લોકોએ તેમનું સ્વાગત કર્યું તેઓ દાઉદી વોહરા સમુદાયથી પણ મળ્યા હતાં. મોદીએ નેશનલ ડે પ્રોગ્રામમાં ભાગ લીધો હતો અને બાપુ બંગબંધુ ડિઝીટલ વીડિયો પ્રદર્શનીનું ઉદ્‌ધાટન પણ કર્યું હતું.

વોહરા સમુદાયના આધ્યાત્મિક પ્રમુખના બાંગ્લાદેશ પ્રતિનિધિએ કહ્યું કે અહીં પહોંચવા પર મોદીની અમે મુલાકાત કરી અને તેમને સૈયદના સાહબની બાંગ્લાદેશથી યાત્રા શરૂ કરવાની વિનંતી કરી હતી. બાગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસને વડાપ્રધાનની મુલાકાત કરી હતી ક્રિકેટરે કહ્યું કે મોદીને મળવાથી હું સમ્માનિત અનુભવી રહ્યો છે મને લાગે છે કે તેમની યાત્રા બંન્ને દેશો માટે ખુબ સારી હશે ભારતનું તે જબરજસ્ત રીતે નેતૃત્વ કરી રહ્યાં છે મને આશા છે કે તે ભવિષ્યમાં ભારતને વિકસિત કરવામાં મદદ કરતા રહેશે અને ભારતની સાથે આપણા સંબંધો દિવસે દિવસે સારા થતા રહેશે

મોદીના પ્રવાસને લઇ બાંગ્લાદેશના વિદેશ મંત્રી એ કે અબ્દુલ મોમને કહ્યું કે યાત્રાનો ફોકસ ઉત્સવ છે.શેખ હસીના અને મોદી કુટનીતિકને એવી ઉચાઇ પર લઇ ગયા છે કે અમે વાતચીત અને ચર્ચાના માધ્યમથી તમામ મહત્વપૂર્ણ મુદ્દાના ઉકેલ કરી રહ્યાં છીએ ગોળી ચલાવ્યા વિના અમે અમારા લક્ષ્યોને પ્રાપ્ત કરી રહ્યાં છીએ બાંગ્લાદેશની સાથે મજબુત સંબંધના કારણે ભારતની પૂર્વ સીમા સુરક્ષિત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.