Western Times News

Gujarati News

કેન્યાના ગામમાં મહિલાઓનું આધિપત્ય, એકપણ પુરૂષ નહીં

પુરૂષ પ્રધાન સમાજની વચ્ચે એક અનોખું ગામ-ઉત્તરી કેન્યાની મહિલા જેન નોલમોંગન પર એક બ્રિટિશ સૈનિકે રેપ કરતા મહિલાને તેના પતિએ ઘરથી કાઢી મુકી

કેન્યા, પુરુષ પ્રધાન સમાજને બદલવાની થઈ રહેલી વાતો વચ્ચે આફ્રિકાના દેશ કેન્યામાં એક ગામ એવુ છે જયાં સંપૂર્ણપણે સ્ત્રીઓનુ આધિપત્ય છે. કદાચ આવા ગામની કલ્પના આપણે ના કરી શકીએ પણ આ હકીકત છે.ઉમાજાે નામના ગામમાં પુરુષોને એન્ટ્રી નથી.અહીંયા એક ડઝન પરિવારો રહે છે પણ તમામ સ્ત્રીઓ છે અને પુરુષ એક પણ નથી.

લગભગ ૩૧ વર્ષ પહેલા ૧૫ મહિલાઓએ આ ગામની સ્થાપના કરી હતી.ઉત્તરી કેન્યાની મહિલા જેન નોલમોંગન પર એક બ્રિટિશ સૈનિકે રેપ કર્યો હતો અને આ વાતની ખબર પડયા બાદ મહિલાને તેના પતિએ ઘરની બહાર કાઢી મુકી હતી.એ પછી તે બાળકો સાથે ઉમોજા ગામમાં પહોંચી હતી.જ્યાં કોઈ પુરુષ જઈ શકતો નથી.

હવે આ મહિલા જે ખેતરમાં ખેતી કરી રહી છે તે જમીન તેના નામે થવા જઈ રહી છે.કેન્યામાં ૯૮ ટકા જમીન માત્ર પુરુષોના નામે છે.જાેકે હવે ઉમાજાે ગામમાં જેન નેલમોંગનના નામે જમીન થવા જઈ રહી છે અને તેનાથી બીજી મહિલાઓના જમીનના માલિક બનવાના રસ્તા પણ ખુલશે. આ ગામમાં જેટલી પણ મહિલાઓ રહે છે તે ઘરેથી કાઢી મુકાયેલી , યૌન ઉત્પિડનનો શીકાર બનેલી અથવા સંપત્તિમાંથી બેદખલ થયેલી મહિલાઓ છે.

બાળ વિવાહ ના થાય તે માટે ભાગેલી મહિલાઓ પણ અહીંયા આવીને વસી છે.ઉમોજાનો અર્થ સ્થાનિક ભાષામાં એકતા એવો થાય છે.અહીંયા ગામ વસાવવાની શરુઆત રેબેકા લોલોસોલી નામની મહિલાએ કરી હતી.જેણે મહિલાઓની સુન્નત કરવાનો વિરોધ કર્યો હતો.એ પછી તેના પર પુરુષોના એક જૂથે હુમલો કર્યો હતો.

ઘાયલ અવસ્થામાં સારવાર લેતી વખતે રેબેકાને આ ગામ વસાવવાનો વિચાર આવ્યો હતો.આ ગામ આજે હકીકત બની ચુક્યુ છે.અહીંયા મકાનો અને સ્કૂલનુ નિર્માણ પણ મહિલાઓએ જ કર્યુ છે.ગામની મહિલાઓ હાથથી બનાવેલી વસ્તુઓ અને મધ વેચીને ગુજરાન ચલાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.