Western Times News

Gujarati News

બાઇડને મોદી,જિનપિંગ સહિત ૪૦ નેતાને વ્હાઇટ હાઉસ બોલાવ્યા

નવી દિલ્હી: વૈશ્વિક જળવાયુ ચર્ચા માટે જાે બાઇડને પીએમ મોદીને આમંત્રિત કર્યા છે. જાે બાઇડને પીએમ મોદી સહિત વિશ્વના ૪૦ નેતાઓને વૈશ્વિક જળવાયુ સંમેલનમાં ચર્ચ માટે આમંત્રિત કર્યા. વૈશ્વિક જળવાયુ સંમેલન ૨૨ અને ૨૩ એપ્રિલે વ્હાઇટ હાઉસમાં યોજાશે. બાઇડને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિને પણ આમંત્રિત કર્યા. ત્યારે રશિયા અને ચીન સાથે તણાવ વચ્ચે બાઇડનનો આ ર્નિણય મહત્વનો મનાઇ રહ્યો છે.

સંમેલનમાં જળવાયુ પ્રદૂષણ ઓછું કરવા પર કરાશે ચર્ચા. હાલના સમયમાં કોરોના વાયરસ સંક્રમણની સાથે સાથે વૈશ્વિક સ્તરે સતત જળવાયુ ચિંતાનો વિષય બની રહ્યો છે. તેના કારણે અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડનની તરફથી વૈશ્વિક જળવાયુ ચર્ચાનું આયોજન કરાયું છે. હાલમાં અમેરિકી રાષ્ટ્રપતિ જે બાઈડન પ્રશાસન પોતાની પહેલી વૈશ્વિક જળવાયુ ચર્ચાને લઈને તૈયાર છે.

મળતી માહિતી અનુસાર વૈશ્વિક જળવાયુ ચર્ચા કાર્યક્રમમાં અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ૪૦ વૈશ્વિક નેતાઓને આમંત્રિત કર્યા છે. કહેવાઈ રહ્યું છે કે બાઈડન પ્રશાસને પહેલી વૈશ્વિક જળવાયુ ચર્ચાને માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પણ આમંત્રિત કર્યા છે. કાર્યક્રમનું આયોજન ૨૨ અને ૨૩ એપ્રિલે થશે.

હાલમાં બાઈડન પ્રશાસન ક્લાઈમેટ ઓન લીડર્સ સમિટના માટે તૈયાર છે. આ સમિટમાં જળવાયુ પરિવર્તનને ધ્યાનમાં રાખીને અનેક મોટા ર્નિણયો કરાયા છે. સૂત્રોના આધારે પ્રશાસન અધિકારીનું કહેવું છે કે આ સમારોહના માટે અમેરિકા જીવાશ્મ ઈંધણથી થતા જળવાયુ પ્રદૂષણને ઘટાડવા માટે ખાસ પગલાં લઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.