Western Times News

Latest News from Gujarat

અતુલ બેકરીના માલિકની કારે ત્રણ મોપેડને મારી ટક્કર, મહિલાનું મોત

સુરતઃ શહેરમાં કર્ફ્યુની ગણતરીની મિનિટ પહેલા એક ગાડી બેકાબુ બનીને હિટ એન રનની ઘટના બની હતી. ફોર્ડ એસયુવી ગાડીએ એક બે નહિ પણ 3 જેટલા મોપેડને ટક્કર મારતા બે લોકોને ઇજા અને એક મહિલાનું મોત થયાનું સામે આવ્યું છે.  જોકે ઘટના પગલે નજીકમાં રહેલા લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે ગાડી ચાલાક ગાડી મૂકીને ફરારથી જતા પોલીસે ગાડી ચાલકને  શોધી તેની અટકાયત કરી હતી.

સુરત આજ એક એવી ઘટના જેને લઈને દોડધામ મચી જવા પામી હતી સુરત આ પોશ એવા વેસુ વિસ્તારમાં કોરોનાને લઈને કર્ફ્યુ લાગે તેની ગણતરીને મિનિટો પહેલા એક લકઝરીયસ ગાડીએ એક હિટ અનેડ રનની ઘટના કરી હતી જોકે આ ગાડી ચાલકે એક બે નહિ પણ 3 જેટલી ગાડીની પોતાની અડફેટે લીધી હતી.

જોકે અકસ્માત કરીને ગાડી ચાલાક ભાગવા જતા લોકોએ પકડીને પોલીસના  હવાલે કર્યો હતો. જોકે આ ગાડી ચાલાક અન્ય કોઈ નહિ પણ  જાણીતી અતુલ બેકરીના મલિક અતુલ વેકરીયા હતા.

જોકે પોલીસે તેમની ગાડીમાંથી દારૂની બોટલ કબજે કરી ગાડી ચાલકને પોલીસ સ્ટેશન  લઇ આવી હતી અને તેમના વિરુદ્ધ  અકસ્માત સાથે દારૂ પીવાનો કેસ દાખલ કર્યો હતો. જોકે બીજી બાજુ ઈજાગસ્ત ને સારવાર  માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં બે લોકોની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

અતુલ વેકરીયા પોલીસને તેનો ડાઇવર ગાડી ચલાવતો હોવાનું રટણ કરી રહ્યો છે અને ડાઇવર અકસ્માત કરી ગાડી મૂકીને ભાગી ગયાની વાત કરતા પોલીસે આ મામલે પણ તપાસ શરુ કરી છે.

 

Copyright © All rights reserved. | Developed by Aneri Developers