Western Times News

Gujarati News

૨૦૦ ઝાડ કાપ્યા છતાં પણ વાનરોનો ત્રાસ ઓછો થયો નથી

પ્રતિકાત્મક

અમદાવાદ: અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક વર્ષ સુધી એરપોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના કર્મચારીએ રીંછ તરીકે કામ કર્યા બાદ પણ, શહેર એરપોર્ટનું મેનેજમેન્ટ હજુ પણ એરપોર્ટના કેમ્પસમાંથી વાનરોના ઉપદ્રવને અટકાવવાનું કામ કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવેમ્બર ૨૦૨૦થી જાન્યુઆરી ૨૦૨૧ એમ ત્રણ મહિના દરમિયાન જિલ્લા વન અધિકારીઓની મદદથી એરપોર્ટના કેમ્પસમાંથી ઓછામાં ઓછા ૧૦૨ વાનરો પકડ્યા હતા અને બાદમાં તેમને અંતરિયાળ વિસ્તારમાં છોડી દેવાયા હતા.

વન વિભાગના અધિકારીઓએ પણ તે વાતની પુષ્ટિ કરી હતી કે, ફેબ્રુઆરી અને ૨૫ માર્ચ સુધીમાં ૯૬ જેટલા વાનરોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, વાનરો નજીકના કેન્ટોન્મેન્ટ વિસ્તારમાંથી આવી ચડે છે. કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં વાનરો વચ્ચે ઝઘડા થતા રહે છે જેના કારણે તેમાથી કેટલાક એરપોર્ટ કમ્પાઉન્ડ દિવાલ પર એરપોર્ટ રનવે તરફ કૂદી પડે છે. વિશેષ પરવાનગી મેળવવામાં આવી છે, જેના આધારે અમે એરપોર્ટ પર વાનરોના સંકટને દૂર કરવા માટે એક ટીમ બનાવી છે’,

તેમ અમદાવાદના નાયબ વનસંરક્ષક-સામાજિક વનીકરણ શકીરા બેગમે જણાવ્યું હતું. વન વિભાગના અધિકારીઓએ ઓછામાં ઓછા ૨૦૦ જેટલા વૃક્ષોની કાપણી પણ કરી છે, જેથી વાનરો એરપોર્ટની દિવાલ કૂદી ન શકે. આ મુદ્દે શહેર એરપોર્ટના સત્તાધીશોને ઈ-મેઈલ મોકલવામાં આવ્યો હતો, જાે કે તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી. એરપોર્ટ પર્યાવરણ સિમિતની બેઠક ત્રિમાસિક ધોરણે યોજવામાં આવે છે, જેમાં એરપોર્ટ પર પ્રાણીઓ તેમજ પક્ષીઓના નિરાકરણના મુદ્દા પર ચર્ચા કરવામાં આવે છે. છેલ્લી બેઠક જાન્યુઆરીના મધ્યમાં યોજાઈ હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.