Western Times News

Gujarati News

મોડાસાની ખાનગી સ્કૂલના બે શિક્ષકો કોરોના સંક્રમીત

શૈક્ષણીક સંકુલ અને શાળાઓમાં કોરોના ગાઈડલાઈનનો ઉલાળિયો,કોરોના વિસ્ફોટ કરશે

અરવલ્લી જીલ્લા સહીત ઉત્તર ગુજરાતમાં માર્ચ મહિનામાં કોરોના સંક્રમણની રફતાર દિનપ્રતિદિન વધી રહેલી જોવા મળી છે.અરવલ્લી જીલ્લામાં વકરેલો કોરોના હવે શાળા, કોલેજ જેવા શિક્ષણ મંદિરોમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંક્રમીત કરી રહ્યો છે જીલ્લાના શૈક્ષણિક સંકુલો અને હાઈસ્કૂલ,પ્રાથમીક શાળાઓમાં કોરોનાની ગાઈડલાઈનનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે

મોટા ભાગના શિક્ષકો માસ્ક વગર જોવા મળતા હોય છે આગામી સમયમાં શૈક્ષણિક સંકુલોમાં કોરોના વિસ્ફોટ થાય તો નવાઈ નહિ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ અને પરીક્ષાના લીધે આગામી સમયમાં કોરોનાનું સંકટ વિકટ પરિસ્થિતી ઉભી કરી શકે છે મોડાસાની નામાંકીત સરસ્વતી વિદ્યાલયના પ્રિન્સિપલ અને એક મહિલા શિક્ષક કોરોનામાં સપડાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફફડાટ ફેલાયો છે

પ્રાપ્ત માહિતી અનુસાર, લોકડાઉન દરમિયાન છેલ્લા એક વર્ષથી શાળા કોલેજો બંધ કરી ઓનલાઈન શિક્ષણ શરૃ કરાયું હતું. જેમાં તાજેતરમાં પરીક્ષા લેવા તેમજ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૃ કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં કોરોના સંક્રમિત થવા લાગ્યા છે.

જેમાં મોડાસાની સરસ્વતી  વિદ્યાલયમાં આચાર્ય અને મહિલા શિક્ષક કોરોના સંક્રમિત થયા છે તેમજ એક વિદ્યાર્થીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા સ્કૂલમાંથી પરત ઘરે મોકલવામાં આવ્યો હતો સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરતા,પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફફડાટ ફેલાયો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.