Western Times News

Latest News from Gujarat

મુકેશ અંબાણીના કેસમાં હવે ક્રિકેટ એંગલની સાથે મહિલા કનેક્શનની પણ શક્યતા

મુંબઈ: એન્ટીલિયા અને મુકેશ અંબાણીના કેસમાં હવે ક્રિકેટ એંગલની સાથે મહિલા કનેક્શનની પણ શક્યતાઓ દર્શાવાઇ રહી છે. જેને લઇને હવે  ની તપાસ ગુજરાત સુધી લંબાશે.

૨૫ ફેબ્રુઆરી રાત્રે મુકેશ અંબાણીની બિલ્ડિંગની બહાર જિલેટિન ભરેલી સ્કૉર્પિયો પાર્ક કરવામાં આવી હતી. આ કેસમાં એન્કાઉન્ટર સ્પેશિલિસ્ટ સચિન વઝેની ધરપકડ થઇ, પરમબીરસિંહે મુંબઈ પોલીસ કમિશનરની ખુરશી પણ ગુમાવવી પડી. હવે આ કેસમાં ક્રિકેટનો એંગલ પણ સામે આવી રહ્યો છે. કારણ કે કહાની સ્કૉર્પિયો માલિક હિરેન મનસુખની હત્યાથી જાેડાયેલી છે.

પરમબીર સિંહનું કહેવું છે કે, સચિન વઝેને ગૃહમંત્રી અનિલ દેશમુખે દર મહિને ૧૦૦ કરોડ રૂપિયા હોટલ, રેસ્ટોરન્ટ અને બિયર બાર માલિકોથી કલેક્ટ કરવા કહ્યું હતું પરંતુ મહારાષ્ટ્ર છ્‌જીના એક અધિકારીએ જણાવ્યું કે, સચિન વઝેની મોટી કમાણી ક્રિકેટ સટોડિયાથી હતી.

કોઇ પણ મેચ દરમિયાન સટોડિયાના અડ્ડા પર રેડ ન પડે, એટલા માટે કેટલાક ક્રિકેટ બુકી સીધા સચિન વઝેના સંપર્કમાં રહેતા હતા. તેમાં ગુજરાતના ક્રિકેટ બુકી નરેશ ધરે ઉર્ફ ગોર પણ સામેલ હતા. તો હવે આ કેસમાં ગુજરાતની એક મહિલા સચિન વાઝેના સંપર્કમાં હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ અંગે દ્ગૈંછ ગુજરાત અને મહારાષ્ટ્રમાં તપાસ કરી રહી છે.

મનસુખ અને સચિન વઝેના શંકાસ્પદ ઝ્રઝ્ર્‌ફ આવ્યા સામે આવ્યા છે. તેમાં ગુજરાતની એક મહિલા સાથે સચિન વાઝે સંબંધ હોવાની શક્યતા છે. હોટલના ઝ્રઝ્ર્‌ફમાં વાઝે અને શંકાસ્પદ મહિલાના ફૂટેજ કબ્જે કરાયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મહિલાની પૂછપરછ અર્થે દ્ગૈંછ ગુજરાત આવી શકે છે.

વજેને એ પણ જાણ હતી કે ક્રિકેટ સટોડિયાના સટ્ટાનો સમગ્ર વેપાર બેનામી સિમ કાર્ડ્‌સથી થાય છે એટલા માટે વજેને ફેબ્રુઆરીમાં નરેશને કેટલાક સિમ કાર્ડ આપવા કહ્યું. નરેશે ૧૫ સિમ કાર્ડ ગુજરાતમાં પોતાના કોઇ જાણીતા મોબાઇલ શોપવાળાને મોટી રકમ આપીને ખરીદ્યા અને તેમાંથી પાંચ સજિન વાજે માટે અલગ કરી દીધા. વજેને ફોન કર્યો કે તેમને ક્યાં આપવાના છે?

નરેશે આ સસ્પેન્ડ કોન્સ્ટેબલ વિનાયક શિંદેને આપવા કહેવામાં આવ્યું. શિંદેએ પછી આ કાર્ડ સચિન વઝે સુધી પહોંચાડ્યા પરંતુ કાર્ડ લેવડ-દેવડની પ્રક્રિયા દરમિયાન નરેશે બે વખત પોતાના મોબાઇલમાં સિમકાર્ડ નાખીને ચેક પણ કરી લીધા કે આ ચાલી રહ્યા છે કે નહીં. અહીંથી આરોપી કોઇ ષડયંત્ર પહેલા જ પોતાના વિરૂદ્ધ સૌથી મોટો પુરાવો છોડી ગયા.

જિલેટન વાળી સ્કોર્પિયોના માલિક હિરેન મનસુખની હત્યાનું જ્યારે સચિન વઝેએ મન બનાવ્યું તો ક્રિકેટ બુકી નરેશ દ્વારા મળેલા આ પાંચ સિમ કાર્ડ્‌સમાંથી કેટલાક યૂઝ કરવાનો ર્નિણય લીધો. ૪ માર્ચે હિરેન મનસુખ પહેલા પોતાની દુકાનમાં હતા, ત્યાંથી તેઓ ઘરે ગયા અને પછી તેમની પાસે રાત્રે તાવડે નામથી એક ફોન આવ્યો અને તેમને બોલાવવામાં આવ્યા.

બાદમાં ૫ માર્ચે કલવા ખાડીમાં તેમનો મૃતદેહ મળ્યો. જ્યારે વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે વિધાનસબામાં આનો ખુલાસો કર્યો તો મહારાષ્ટ્ર સરકારના મુંબઈ ક્રાઇમ બ્રાંચને લઇને આ કેસ મહારાષ્ટ્ર છ્‌જીને આપવામાં આવ્યો. છ્‌જી ચીફ જયજીત સિંહે ડ્ઢૈંય્ શિવદીપ લાંડે, છઝ્રઁ શ્રીપદ કાલે, ઇન્સપેક્ટર ભાસ્કર કદમ, અનિલ ઢોલે અને એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ દયા નાયકનની એક સ્પેશિયલ ટીમ બનાવી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers