Western Times News

Gujarati News

બિહાર પંચાયત ચુંટણીમાં ભાઇ ભત્રીજા વાદ નહીં,કાર્યકર્તાઓની ભાગીદારી : ભાજપ

પટણા: બિહાર ભાજપ અધ્યક્ષ સાંસદ ડો સંજય જાયસવાલે કહ્યું છે કે પાર્ટી આગામી પંચાયત ચુંટણીમાં વિવિધ સમાજાેના નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે જીલ્લા પરિષદમા ઉમદવારોને સમર્થન આપશે પરંતુ અમે કોઇ પણ રીતના ભાઇ ભત્રીજાવાદને પંચાયત ચુંટણીમાં પ્રોત્સાહન આપશે નહીં. હંમેશા પક્ષના હિતમાં તમામ આવશ્યક નિર્ણય લેશે આ પંચાયત ચુંટણીમાં પોતાના કાર્યકરોને દરેક સ્તર પર તક આપવા માટે ભાગ લેશે.

ભાજપ પંચાયતી રાજ સેલની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે વિધાનસભા ચુંટણીમાં પાર્ટી તમામને ઉમેદવાર બનાવી શકે નહીં ખુબ કર્મઠ કાર્યકર્તા છુટી જાય છે તેમને પણ તક અમે આગામી જીલ્લા પરિષદમાં આપીશું વિષમ પરિસ્થિતિઓમં સમન્વય કરી ચુંટણીમાં સામેલ થઇશું પરંતુ એક નવી રીતના પ્રયોગનો અમે પ્રયાસ કરીશું અને પીછેહટ કરીશું નહીં આગામી પંચાયત ચુંટણીમાં મહિલા દલિત સમાજના નેતૃત્વને બહાર લાવવું અમારી પ્રાથમિકતા રહેશે તેની સાથે તમામ ભાજપ કાર્યકર્તાઓની ચિંતા કરવી પણ જવાબદારી છે.

જીલ્લા પરિષદ અધ્યક્ષ ચુંટણીમાં અમે અમારા પોતાના ઉમેદવાર આપીશું તેમાં ભાજપના સમર્થનથી જીતેલા ઉમેદવારો અમારા જ ઉમેદવારને સમર્થન આપશે પંચાયત ચુંટણી માટે તમામ જીલ્લા પ્રભારી અને કાર્યકર્તા મંડલવાર બેઠકોમાં સામેલ થઇ જમીની સ્તર પર રણનીતિ અને યોજના બનાવશે ભાજપનું નેતૃત્વ બુથ અને સંગઠનથી આવે છે તેના માટે નવો પ્રયોગ કરતા પંચાયતી રાજ ચુંટણીમાં ઉતરી રહ્યાં છીએ

બિહાર ભાજપના સહ પ્રભારી સાંસદ હરિશ ત્રિવેદીએ કહ્યું કે ભાજપ કાર્યકર્તા જીલ્લા પરિષદની ચુંટણીની તૈયારીમાં લાગી ગઇ છે અને નિશ્ચિત રીતે ભારે માત્રામાં પાર્ટીના કાર્યકરો જીતીને આવશે પ્રદેશ સંગઠન મત્રી નાગેન્દ્રે કહ્યું કે ભાજપ પંચાયતી રાજ સેલના કાર્યકર્તા જીલ્લા પરિષદની ચુંટણીમાં પોતાની મહતી ભૂમિકા નિભાવે બેઠકનું સંચાલન સેલના પ્રદેશ સંયોજક ઓમ પ્રકાશ ભવને કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.