Western Times News

Gujarati News

અમદાવાદના નરોડામાં સ્પાની આડમાં દેહવેપારનો ધંધો ઝડપાયો

પ્રતિકાત્મક

અમદાવાદ: અમદાવાદમાં સ્પા સેન્ટરની આડમાં દેહવ્યાપાર ચાલી રહ્યો છે. જેમાં પોલીસની કામગીરી શૂન્ય છે ત્યારે નરોડા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ગોરખધંધાનો પર્દાફાશ કરી નરોડા પોલીસ ટીમે એક સંચાલક સહિત બે લોકોની ધરપકડ કરી છે. પોલીસે ટ્રેપ ગોઠવીને સ્પા સેન્ટરની આડમાં ચાલતા દેહવ્યાપારને ઝડપી પાડ્યા છે.

નરોડા પોલીસને માહિતી મળી હતી કે, નરોડા ગેલેક્સી ?સિનેમા પાસે આવેલા નીલકંડ પેરેડાઇઝ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા આયુષી સ્પામાં મસાજના નામે દેહવ્યાપારનો ધંધો થઇ રહ્યો છે. પોલીસે બાતમીના આધારે ડમી ગ્રાહકને ૫૦૦-૫૦૦ રૂપિયા લઇને મોકલ્યો હતો. ડમી ગ્રાહકે મસાજ કરવાના ૫૦૦ રૂપિયા આપ્યા હતા અને ત્યારબાદ મસાજ કરનાર યુવતીને સંબંધ રાખવા માટે ૫૦૦ રૂપિયા આપ્યા હતા. યુવતીને રૂપિયા આપ્યા બાદ ડમી ગ્રાહકે પોલીસને મિસ્ડકોલ કર્યો હતો.

ડમી ગ્રાહકનો મિસ્ડકોલ આવતાં પોલીસે સ્પા સેન્ટરમાં રેડ કરી હતી અને માલિક અમિત શાહ અને સંચાલકની ધરપકડ કરી છે. ગ્રાહકને મસાજ માટે બોલાવી સ્પાની અંદર દેહવ્યાપારનો ધંધો કરાવતાં હતાં. નરોડા પોલીસે બંને જણાની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.