Western Times News

Gujarati News

દર્શનાર્થીઓ માટે ડાકોર મંદિરમાં મંગળા આરતીનું જીવંત પ્રસારણ ખાનગી વેબસાઇટ ઉપર કરવામાં આવ્યું 

 ડાકોર મંદિરમાં રણછોડરાયજીના મંદિરના દરવાજા દર્શનાર્થીઓ માટે બંધ પરંતુ સેવા – પૂજા નિયમીત રૂપે કરાઈ review જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મર્યાદિત સંખ્યામાં વર્ષો જૂના પરંપરા જાળવી રાખી કોરોનાની મહામારીમાંથી રાજા રણછોડરાયજી પ્રજાજનોને મુક્તિ અપાવે એ જ પ્રાર્થના જિલ્લા કલેક્ટર આઇ , કે.પટેલ
કોરોના મહામારીને કાબુમાં રાખવા જિલ્લા વહીવટીતંત્રના અથાગ પ્રયત્નો  આજે ફાગણી પૂનમના દિવસે ડાકોરના ઠાકોર રાજા રણછોડરાયજીની નિત્ય સેવા પૂજા સમયાનુસાર કરવામાં આવી હતી . અત્રે ઉલ્લેખનીય છે કે , ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે મંદિર પ્રશાસન અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ડાકોર ખાતે યોજાનાર ફાગણી પૂનમનો મેળોનો કાર્યક્રમ મોકૂફ રખાયો હતો .

તેના અનુસંધાને ચાલુ સાલે ડાકોરના મંદિરના દરવાજાઓ શ્રધ્ધાળુઓ માટે બંધ રાખવામાં આવેલ હતા . પરંતુ શ્રધ્ધાળુઓને દર્શનનો લાભ મળે તે માટે ખાનગી ચેનલ દ્વારા ડાકોરની આરતી તેમજ દર્શનનો લાભ મળી રહે તેવી વ્યવસ્થા મંદિર પરીસર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી . આજે સવારે ૬.૧૫ કલાકે રાજા રણછોડરાયની આરતી કરવામાં આવી હતી . ત્યાર બાદ વર્ષોથી ચાલી આવતા પરંપરાને જીવંત રાખવા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ જાળવી મંદિરમાં પૂજા વિધિ તથા ધજા ચડાવવામાં આવી હતી . આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે , ફાગણી પૂનમના દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓને કોરોનાની મહામારીના કારણે રૂબરૂ નહિ આવી ઘરે બેઠા જ ખાનગી ચેનલોના માધ્યમથી દર્શનનો લ્હાવો લેવા અગાઉ અપીલ કરવામાં આવી હતી .

જેને આમ જનતાએ બહોળા પ્રમાણમાં સ્વીકારી છે તેનો આનંદ છે . મંદિરમાં ત્રણેય દિવસ મંદિરના નીજ સેવકો દ્વારા ભગવાનની સેવા – પૂજા કરવામાં આવશે . આજે ખુબ જ મર્યાદિત સંખ્યામાં ધજા રોહનની કામગીરી સંપન્ન કરવામાં આવી છે , આજે ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે કે , પ્રભુ કોરોનાની આ મહામારીમાંથી પ્રજાજનોને મુક્તિ અપાવે અને નાગરિકોની સુખ સમૃધ્ધિમાં વધારો થાય . પ્રજાની સુખ સુવિધા અને આરોગ્ય માટે જિલ્લા વહીવટીતંત્ર અથાગ પ્રયત્નો કરી રહ્યું છે ત્યારે જિલ્લાના નાગરિકોને તેઓશ્રીએ અપીલ કરી હતી કે રાજય અને કેન્દ્ર સરકારના કોરોનાની મહામારીથી બચવાના નિયમોનું ચુસ્તપણે પાલન કરે અને પોતે તથા પોતાના પરિવારને સુરક્ષા અર્થે આ પ્રસંગે રેન્જ આઈ જી વી . ચંદ્રશેખર , ( આઇપીએસ ) , નિવાસી અધિક કલેકટર  રમેશ મેરજા , જિલ્લા પોલીસ વડા  દિવ્ય મિશ્રા , મામલતદારશ્રી , મંદિર પરીષદના મેનેજર અરવિંદભાઇ મહેતા ,  જગદિશભાઈ દવે , પુજારી  વિષ્ણુભાઈ સહિત અન્ય મંદિરના સેવકો ઉપસ્થિત રહયા હતા  (તસવીર સાજીદ સૈયદ નડીયાદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.