Western Times News

Gujarati News

શિવસેનાએ પણ અનિલ દેશમુખ પર સવાલ ઉઠાવ્યા

મુંબઈ: પૂર્વ મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહે ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લગાવેલા આરોપો બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ જાેવા મળી રહી છે. હવે શિવસેનાએ પણ અનિલ દેશમુખ પર સવાલ ઉઠાવ્યા છે. શિવસેનાના મુખપત્ર સામનામાં સવાલ કરાયો છે કે સસ્પેન્ડેડ અધિકારી સચિન વાઝેને આટલા અમર્યાદિત અધિકાર કોણે આપ્યાં?

સામનાની પોતાની સાપ્તાહિક કોલમ ‘રોખઠોક’માં શિવસેના નેતા સંજય રાઉતે સવાલ કરતા લખ્યું છે કે આખરે એક છઁૈં લેવલના અધિકારી સચિન વાઝેને આટલા અમર્યાદિત અધિકાર કોણે આપ્યા? આ તપાસનો વિષય છે. રાઉતે લખ્યું કે પોલીસ કમિશનર, ગૃહમંત્રી, મંત્રીમંડળના પ્રમુખ લોકોના દુલારા અને વિશ્વાસપાત્ર રહેલો વાઝે માત્ર એક સહાયક પોલીસ નિરિક્ષક હતો. તેને મુંબઈ પોલીસના અમર્યાદિત અધિકાર કોના આદેશ પર અપાયા તે તપાસનો વિષય છે. મુંબઈ પોલીસ આયુક્તાલયમાં બેસીને વાઝે વસૂલી કરી રહ્યો હતો અને ગૃહમંત્રી અનિલ દેશમુખને આ અંગે જાણકારી નહીં હોય? સામનામાં લખ્યું છે કે દેશમુખને ગૃહમંત્રીનું પદ અકસ્માતે મળી ગયું.

સામનાના લેખ પર ભાજપે (મ્ત્નઁ) નિશાન સાધ્યું છે. ભાજપે તેને નોૌટંકી ગણાવ્યો. ભાજપના નેતા કિરિટ સોમૈયાએ કહ્યું કે ‘સચિન વાઝે કેસમાં શિવસેના અને સામનાની આ નૌટંકી છે. શિવસેના કહે છે કે સચિન વાઝે વસૂલી ગૃહમંત્રી અને કમિશનર માટે કરતો હતો. સરકાર બદનામ થઈ રહી છે. તેમને હું યાદ અપાવવા માંગુ છું કે સચિન વાઝેની નિયુક્તિ ગેરકાયદેસર રીતે ઉદ્ધવે જ કરાવી હતી.’ ભાજપના નેતા રામ કદમે કહ્યું કે ‘ઉદ્ધવ ઠાકરે દેશમુખનું રાજીનામું કેમ લેતા નથી? જાે દેશમુખે મોઢું ખોલી નાખ્યું તો કોઈ મો બતાવવા લાયક નહીં રહે. ત્રણેય પક્ષો બરાબરના ભાગીદાર છે.’

આ બાજુ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે એકવાર ફરીથી કહ્યું કે, જે આરોપ મારા પર પૂર્વ મુંબઈ પોલીસ કમિશનરે લગાવ્યો, તેની તપાસ કરાવવાની મે માગણી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.