Western Times News

Gujarati News

શામળાજીમાં ચાંદીની પીચકારીથી ભગવાનને રંગ લગાવાયો

ગાઇડલાઇનના અમલ સાથે હોળીની ઉજવણી -અબીલ ગુલાલની છોળો સાથે પાણીનો છંટકાવ કરી અને ભક્તો સાથે ભગવાનની હોળીની ઉજવણી કરવામાં આવી

અરવલ્લી, અરવલ્લી જીલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આજે હોળીની ઉજવણી થઈ હતી. ભગવાન શામળિયાના દર્શને આવેલા ભક્તોએ આજે હોળીના દિવસે દર્શન કરી અને લ્હાવો લીધો હતો.કોરોના વાયરસના સંક્રમણની વચ્ચે મંદિરમાં ગાઇડલાઇનના પાલન સાથે હોળીની ઉજવણી કરવામાં આવી હતી.

શામળાજી મંદિરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. જાેકે, આ વર્ષે ભગવાન શામળિયાના દર્શને આવતા ભક્તો માટે વિશેષ નિયમો રાખવામાં આવ્યા છે. મંદિરમાં આજે ભક્તોએ ભગવાન શામળિયાના શણગારના દર્શન કર્યા હતા. પૂજારીએ ચાંદીની પિચકારથી ભગવના શામળિયાને રંગ લગાવ્યો હતો.

વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ મંદિરમાં અબીલ ગુલાલની છોળો સાથે પાણીનો છંટકાવ કરી અને ભક્તો સાથે ભગવાનની હોળીની ઉજવણી કરવામાં આવી હતી. જાેકે, મંદિરમાં આવતા પહેલાં સેનેટાઇઝરનો ઉપયોગ અને ફરજીયાત માસ્ક પહેરવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે.

કોવીડ-૧૯ના સંક્રમણના કારણે રાજ્યસરકારે જાહેર કાર્યક્રમો પર પ્રતિબંઘ મૂક્યો છે ત્યારે હોળીની ઉજવણી માટે મંદિરોમાં ગાઇડલાઇનનું પાલન કરાવવાની તંત્રએ અપીલ કરી હતી. શામળાજી મંદિર પ્રસાશન દ્વારા ગાઇડલાઇન મુજબ આજે સમગ્ર દિવસ દરમિયાન દર્શન વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

આજે મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા ભક્તોને મંદિ પ્રસાશન દ્વારા માસ્ક પહેરીને અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને પ્રવેશ કરવા માટે વિનંતી કરવામાં આઈવી છે.રાજ્યમાં કેટલાક મંદિરોમાં ભીડ એકઠી ન થાય એટલે પ્રવેશ બંધ રાખવામાં આવ્યો છે જ્યારે કેટલાક દેવ સ્થાનોમાં ગાઇડલાઇન સાથે આજે હોળીની ઉજવણી થશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.