Western Times News

Gujarati News

રસીનો પહેલો ડોઝ લીધા બાદ પણ ફારૂક અબ્દુલ્લા કોરોના સંક્રમિત

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા કોરોના સંક્રમિત થયા છે કોરોના રસીનો પહેલો ડોઝ લીધાના ૨૮ દિવસ બાદ તે કોવિડ ૧૯નો શિકાર થયા છે તેમના પુત્ર ઉમર અબ્દુલ્લાએ ટ્‌વીટ કરી આ માહિતી આપી છે.ઉમર અબ્દુલ્લાએ પોતાના પિતાના સંપર્કમાં આવેલ લોકોને તપાસ કરાવવાની અપીલ કરી છે. ઉમરે ટ્‌વીટ કર્યું કે મારા પિતા કોરોના વાયરસથી સંક્રમિત જણાયા છે અને તેમનામાં બિમારીના કેટલાક લક્ષણ છે તેમણે કહ્યું કે અમારી તપાસ થવા સુધી હું અને પરિવારના અન્ય સભ્યોએ પોતાને આઇસોલેશનમાં રાખી રહ્યાં છીએ હું ગત કેટલાક દિવસથી અમારા સંપર્કમાં આવેલ દરેક વ્યક્તિને જરૂરી સાવધાની દાખવવાની અપીલ કરૂ છું.

એ યાદ રહે કે શ્રીનગર લોકસભા બેઠકથી સાંસજ ફારૂક અબ્દુલ્લાએ ૨ માર્ચે જ કોરોના વેકસીનનો પહેલો ડોઝ લીધો હતો ૧ માર્ચથી ૬૦થી વધુ ઉમરના લોકોનું રસીકરણ અભિયાન શરૂ થયા બાદ તેમણે શેર એ કાશ્મીર ઇસ્ટિટયુટ ઓફ મેડિકલ સાઇસેજમાં જઇ રસી લગાવી હતી ગત અઠવાડીયે મંગળવારે જ ૮૫ વર્ષના ફારૂક અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીર નેશનલ પૈથર્સ પાર્ટીની એક ઇવેંટને ંસંબોધન કરતા કલમ ૩૭૦ને હટાવવાની વાત કરી હતી. પાર્ટીએ પોતાના ૪૦માં સ્થાપના દિવસ પ્રસંગ પર આ આયોજન કર્યું હતું.

કલમ ૩૭૦ હટાવવાને લઇ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે આ રીતે જમ્મુ કાશ્મીરના લોકોએ પોતાનું સમ્માન ગુમાવ્યું છે તેમણે કહ્યું કે આ આપણા સમ્માન પર હુમલો છે.આપણે આપણી જમીન ગુમાવી છે અને આપણા બાળકો નોકરી વિના જ રહી જશે તેમે કહ્યું હતંું કે જયારે અહીં બહારના લોકો આવશે તો શું સ્થાનિક યુવાનોને હરિયાણા હિમાચલ અને પંજાબ જેવા રાજયોમાં નોકરી મળી શકશે એ યાદ રહે કે ફારૂક પોતાની ફિટનેસને લઇ પણ ખાસ ચર્ચામાં રહે છે તાજેતરમાં એક લગ્ન સમારોહમાં ડાંસ કરતી વીડિયો સામે આવી હતી આ વીડિયો લોકોએ ખુબ પસંદ કરી હતી અને તેમની આટલી વધુ ઉમરમાં પણ મસ્તી બની રહેવાની પ્રશંસા કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.