Western Times News

Gujarati News

અમદાવાદમાં માર્ચ મહિનામાં કોરોનાના રેકોર્ડ બ્રેક 9570 કેસ નોંધાયા: ફેબ્રુઆરીમાં 1712

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં કોરાના નો કહેર વધી રહ્યો છે. શહેરમાં કોરનાના ૬૮ હજાર કરતા વધારે કેસ નોધાયા છે. મહાનાગર સેવા સદનની ચૂંટણી અને ક્રિકેટ મેચના પરિણામે કોરાના સંક્રમણમાં વધારો થયો છે, માર્ચ મહીનામાં કોરાના ના રેકોર્ડ બ્રેક કેસ કન્ફર્મ થયા છે. અમદાવાદ શહેરમાં કોરોના નો પ્રથમ કેસ માર્ચ ૨૦૨૦ માં નોધાયો હતો.

તે સમયથી શરૂ કરી ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી મહિનાદીઠ કેસની ગણતરી કરવામાં આવે તો માર્ચ ૨૦૨૧ સૌથી વધુ કન્ફમ થયા છે ચિંતાજનક બાબત એ છે માર્ચ મહિનાના પ્રથમ ૨૦ દિવસમાં જેટલા કેસ નોંધાય હતા તેના કરતાં વધુ કેસ છેલ્લ ૧૧ દિવસમાં નોંધાયા છે જ્યારે ૧ માર્ચની સરખામણીએ ૩૧ માર્ચે દૈનિક સરેરાશ કેસમાં લગભગ ૬૦૦% નો વધારો થયો છે.

દિવાળીમાં કેસ વધારા માટે પ્રજાની જવાબદાર માનવામાં આવતી હતી જ્યારે હાલ ચાલી રહેલી લહેર માટે રાજકીય પક્ષોને જવાબદાર માનવામાં આવી રહ્યા હોવાની હવા ચાલી રહી છે. જાન્યુઆરી ૨૦૨૧ ના અંતિમ સપ્તાહમાં મહાનગર સેવા સદનની ચૂંટણી થઈ તે સમયે અમદાવાદ શહેરમાં કોરાનાના કુલ ૫૬૪૨૪ કેસ નોધાયા હતા.

ચૂંટણી સમયે મોટા સંખ્યામાં સભાઓ અને રેલીઓ થઈ હતી તેમજ સોશિયલ ડીસ્ટન્સ ના સરેઆમ લીરા ઉડ્યા હતા. તેમ છતાં ‘કોરાના’ કાબુમાં રહ્યો હતો ! ૨૧ ફેબ્રુઆરી એ મતદાન થયુ તે દિવસે કુસ કેસની સંખ્યા વધીને ૫૮૧૩૨ થઈ હતી આમ ચૂંટણી ના માહોંલમાં ૨૩ જાન્યુઆરી થી ૨૩ ફેબ્રુઆરી સુધી કોરાનાના માત્ર ૧૮૪૭ કેસ જ નોધાયા હતા.

ચૂંટણીની ભીડ ના ડરથી ‘કોરાના’ ૩૦ દિવસ સુધી ઘરની બહાર જ નીકળ્યો ન હતો ! તેવા કટાક્ષ પણ થઈ રહ્યાં છે. ૨૩ ફેબ્રુઆરી એ ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ ૨૩ માર્ચ સુધી કોરાના કેસની સંખ્યા વધીને ૬૩૭૧૬ થઈ હતી. આમ, ૨૩ ફેબ્રુઆરી થી ૨૩ માર્ચ સુધી એક મહિનામાં ૫૪૪૫ કેસ કન્ફર્મ થયા હતા ચૂંટણી પૂરી થયા બાદ પરીણામ ના દિવસે ૨૩ ફેબ્રુઆરી એ ૫૮૨૭૧ કેસ નોંધાયા હતા

ચૂંટણી બાદ નેતાઓ અને કાર્યકરો એકત્રિત થયા હોવાથી વાયરસ ને મોકળુ મેદાન મળી ગયુ હોવાથી કેસ વધ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. જ્યારે ૩૧ માર્ચ સુધી કોરાના કેસની સંખ્યા વધીને ૬૮૪૦૪ થઈ છે. જેમાં છેલ્લા એક મહિનામાં (માર્ચમા) કોરાના ના ૯૫૭૦ કેસ કન્ફર્મ થયા છે જે કોરાના આગમન બાદ કોી એક મહિનામાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવતા આંકડા પર દૃષ્ટિમાન કરીએ તો ૯મી માર્ચે કોરાના ના માત્ર ૯૯ કેસ નોધાયા હતા. ૩૧ માર્ચે કોરોના ના ૬૧૧ કેસ કન્ફર્મ થયા હતા. આમ, માત્ર ૩૦ દિવસમાં દૈનિક કેસની સંખ્યા માં ૬૦૦ ટકાનો વધારો થયો છે. ફેબ્રુઆરી – ૨૦૨૧ માં કોરનાના ૧૭૧૨ કેસ કન્ફર્મ થયા હતા.

તેની સામે માર્ચ મહિનામાં ૯૫૭૦ કેસ બહાર આવ્યા છે. ફેબ્રુઆરી મહીનાની સરખામણી એ માર્ચ મહિનામાં સાડા પાંચ ગણા વધુ કેસ નોધાયા છે, નોધનીય બાબત એ છે કે ૨૩ જાન્યુઆરી એ ચૂંટણી જાહેર થઈ ને તે દિવસે કોરાના ના માત્ર ૮૮ કેસ નોંધાયા હતા. ચૂંટણી પ્રચાર કાર્ય દરમ્યાન કોરનાનો આંક ગગડીને ૬ ફેબ્રુઆરી એ ૪૦ સુધી પહોંચી ગયો હતો.

મતદાનના દિવસે પણ મહારથીઓ મેદાનમાં હોવાથી કોરોના ઘરની બહાર નીકળ્યો ન હતો. તેમ માત્ર ૬૬ લોકોને જ સંક્રમિત કર્યા હતા. પરિણામ ના દિવસ ૬૯ લોકો ઝપટ માં આવ્યા હતા. ત્યારબાદ એક સપ્તાહ સુધી સમારંભ, સ્નેહ-મિલન, સરઘસ જેવા કાર્યક્રમો ચાલ્યા હોવાથી કોરાના કાબુમાં રહ્યો હતો.

પરંતુ આ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ કોરાના એ ધીમે ધીમે ગતી પકડી હતી તથા ૧૧ માર્ચે ૧૪૯ કેસ નોધાયા હતા. મોટેરા સ્ટેડીયમ ખાતે મેચ શરૂ થયા બાદ કોરોનાની ૪૩૬૫માં ચારથી પાંચ ગણો વધારો થયો હતો તેમજ ૨૦ માર્ચે એ ૪૦૧, ૨૩ માર્ચ ૫૦૨, અને ૨૬ માર્ચ ૬૦૪ કેસ નોધાયા હતા. આમ, ૫૦૦ થી ૬૦૦ કેસ થવામાં માત્ર ત્રણ દિવસ જ થયા હતા. જ્યારે ૨૦ માર્ચ સુધી કેસ ૪૧૧૧ કેસ નોધાયા હતા જે ૩૧ માર્ચ મહિનાના કુલ કેસની સંખ્યા ૯૫૭૦ થઈ હતી. આમ માર્ચના અંતિમ ૧૧ દિવસમાં કોરનાના ૫૪૫૯ કેસ કન્ફર્મ થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.