Western Times News

Gujarati News

કેશોદના અગતરાય ગામે મહિલાને હાથ પગ બાંધી માર મરાયો

જૂનાગઢ, જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અગતરાય ગામે એક ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. મહિલા સન્માન સુરક્ષાની વાતો વચ્ચે કેશોદના અગતરાય ગામે એક શખ્સે પોતાના પરિવારના સભ્યો સાથે મળી અને રસ્તેથી પસાર થતી મહિલા સાથે તકરાર થતા તેને ઢસડી અને પોતાના ઘરમાં લઈ જઈ હાથ પગ બાંધી અને ઢોરમાર માર્યો છે.

આ મામલે પોલીસ મથકે ગ્રામજનો ધસી જતા પોલીસે ઘટનાની ગંભીરતાને જાેતા એટ્રોસિટી સહિતના ગંભીર ગુનાની કલમો લગાડી અને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જાેકે, ઘટનાના પગલે નાનકડા અગતરાય ગામમાં ભારેલો અગ્નિ છે. આ મામલે પોલીસ મથકે ગ્રામજનો ધસી જતા પોલીસે ઘટનાની ગંભીરતાને જાેતા એટ્રોસિટી સહિતના ગંભીર ગુનાની કલમો લગાડી અને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

જાેકે, ઘટનાના પગલે નાનકડા અગતરાય ગામમાં ભારેલો અગ્નિ છે. બનાની વિગતો એવી છે કે પીડિત મહિલા રમાબેને હૉસ્પિટલના બિછાનેથી આપેલા નિવેદન મુજબ હું ખેતરમાંથી આવતી હતી ત્યારે કાનાના ઘર પાસે શ્વાને મને ઘેરી લીધી હતી જેથી મેં શ્વાનને કાઢવાની કોશિષ કરતાં તેની દીકરીઓ મારી સાથે ઝઘડી હતી. થોડી વારમાં જ કાનો આવી ગયો અને એ લોકો ઢસડી અને મને ઝૂપડાંમાં લઈ ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.