Western Times News

Gujarati News

કેપિટોલ હિલ પાસે વાહને બે પોલીસ અધિકારીને કચડ્યાં

વૉશિંગટન: અમેરિકન સંસદ કેપિટલ હિલ પાસે એક વાહનની જાેરદાર ટક્કરથી બે પોલીસ અધિકારી ઘાયલ થઈ ગયા હતા. જેમાંથી એકનું મોત થયું છે. હુમલાના જવાબમાં પોલીસે કાર્યવાહી કરીને વાહન ચાલકને ઠાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કેપિટલ હિલ ખાતે ત્રણ મહિના પહેલા પણ હિંસા થઈ હતી. આ ઘટના બાદ ફરી એક વખતે કેપિટલ હિલને બંધ કરી દેવામાં આવી છે. પોલીસ પ્રમુખ યોગાનંદ પિટ્ટમેને જણાવ્યું કે, હુમલા બાદ કારનો ડ્રાઇવર ચાકુ લઈને કૂદ્યો હતો,

જેને પોલીસે ઠાર કર્યો હતો. સમાચાર પ્રમાણે અમેરિક સંસદના તમામ ગેટ, બારી અને બારણા બંધ કરી દેવામાં આવ્યા છે. અમેરિકન સંસદ પાસે જે સમયે આ ઘટના બની હતી ત્યારે રાષ્ટ્રપ્રમુખ જાે બાઇડન પોતાના પત્ની અને ફર્સ્‌ટ લેડી જિલ બાઇડન સાથે કેમ્પ ડેવિડ માટે કેપિટલ હિલથી નીકળી ગયા હતા. આ હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્‌ર્પ્રમુખ હુમલામાં માર્યા ગયેલા દિગ્ગજ પોલીકર્મી વિલિયમ ઇવાન્સના પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. અમેરિકન મીડિયા પ્રમાણે હુમલાખોર યુવકને ઓળખ નોહા ગ્રીન તરીકે કરવામાં આવી છે.

જે ઇન્ડિયાનાનો એક ૨૫ વર્ષીય અશ્વેત યુવક છે અને તે કાળા રાષ્ટ્રવાદી રાષ્ટ્ર ઇસ્લામ આંદોલનનો અનુયાયી છે. પિટ્ટમેને જણાવ્યું કે, પોલીસ રેકોર્ડમાં તેને સામે અત્યારસુધી કોઈ કેસ દાખલ થયો નથી. વૉશિંગટન મેટ્રોપૉલિટનના પ્રમુખ રૉબર્ટ કૉનેટીએ કહ્યુ કે, આ ઘટના આતંકવાદ સાથે સંકળાયેલી નથી પરંતુ અમે એ અંગે પણ તપાસ કરીશું. ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ કેપિટલ હિલ બિલ્ડિંગની અંદર અને બહાર જવાની મનાઈ કરી દેવામાં આવી છે.

અમેરિકન સંસદની સુરક્ષા માટે કેપિટલ કેમ્સમાં હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ પ્રમાણે બેરિયર સાથે કારની ટક્કર બાદ કાર ચાલક ચાકુ લઈને કૂદ્યો હતો, જેને પોલીસકર્મીઓએે ગોળી મારી દીધી હતી. ઘાયલ કાર ચાલકને હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. સુરક્ષા એજન્સીઓએ આને આતંકી ઘટના નથી માની.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.