Western Times News

Gujarati News

બીજાપુરમાં 600 નક્સલીઓ ઘેરો ઘાલીને હુમલો કર્યોઃ ૨૨ જવાન શહીદ

ગોરનાગુડા-ટેકલગુડાની પહાડીઓ વચ્ચે ૬૦૦થી વધુ નક્સલીઓએ ઘેરો ઘાલીને જવાનો પર ઘાતક હથિયારોથી હુમલો કર્યો

રાયપુર, છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુરમાં શનિવારે નક્સલીઓએ ૭૦૦ કરતા પણ વધારે જવાનોને ઘેરીને તેમના પર હુમલો કરી દીધો હતો. બીજાપુરના એસપીએ જણાવ્યું કે, નક્સલીઓ સાથે થયેલી આ અથડામણમાં ૨૨ જવાન શહીદ થયા છે અને અનેક જવાન લાપતા છે. At least 22 jawans killed following deadly encounter between Naxals and security forces in Chhattisgarh

નક્સલીઓએ બે ડઝન કરતા પણ વધારે સુરક્ષાકર્મીઓ પાસેથી તેમના હથિયારો છીનવી લીધા છે. લાપતા જવાનોને શોધવા માટે રવિવારે વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને સુરક્ષા દળોને ઘટના સ્થળેથી ૧૭ લાપતા જવાનોના શબ મળી આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ ઘટનાને લઈ દુખ વ્યક્ત કર્યું છે. ગૃહ મંત્રી શાહે મુખ્યમંત્રીને ફોન કરીને તેમના પાસેથી સમગ્ર હુમલા અંગેની જાણકારી મેળવી હતી. સીએમ બઘેલ આસામમાં પ્રચાર કરવા ગયેલા છે અને રવિવાર સાંજ સુધીમાં તેઓ છત્તીસગઢ પહોંચ્યા હતા.

સુરક્ષા દળોને જાેનાગુડાની પહાડીઓ પર નક્સલીઓએ ડેરો જમાવ્યો હોવાની સૂચના મળી હતી. ત્યાર બાદ શુક્રવારે રાતે બીજાપુર અને સુકમા જિલ્લાના કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળની કોબરા બટાલિયન, ડીઆરજી અને એસટીએફના સંયુક્ત દળના નક્સલ વિરોધી અભિયાન અંતર્ગત ૨,૦૦૦ જવાનોને રવાના કરવામાં આવ્યા હતા.

પરંતુ શનિવારે નક્સલીઓએ તર્રેમ વિસ્તારની જાેનાગુડા પહાડી પાસે ૭૦૦ જવાનોને ઘેરીને તેમના પર હુમલો કરી દીધો હતો. નક્સલીઓ જવાનોને ૩ દિશાથી ઘેરીને તેમના પર ફાયરિંગ કરવા લાગ્યા હતા. આશરે ૩ કલાક ચાલેલી અથડામણમાં ૧૫ નક્સલી ઠાર મરાયા હતા.

આ હુમલામાં ૨૨ જવાન શહીદ થયા છે અને ૩૧ કરતા પણ વધારે ઘાયલ જવાનોની સારવાર ચાલી રહી છે. છત્તીસગઢમાં બીજાપુર અને સુકમા જિલ્લાની સરહદ વચ્ચે એક જંગલમાં નક્સલીઓ સાથે શનિવારે થયેલી અથડામણમાં અત્યાર સુધીમાં ૨૨ જવાનો શહીદ થયાના દુઃખદ સમાચાર છે. જ્યારે ૩૧ જવાનો ઘાયલ થયા છે.

આ હુમલામાં મૃત્યુઆંક વધે તેવી પણ આશંકા સેવાઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢમાં નક્સલીઓ સાથે અથડામણમાં સુરક્ષાદળોના જવાનો શહીદ થયા બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સાથે રવિવારે વાત કરી અને હાલાતની સમીક્ષા કરી.

શાહે સીઆરપીએફના મહાનિદેશક કુલદીપ સિંહને સ્થિતિની સમીક્ષા કરવા માટે છત્તીસગઢ જવાનું કહ્યું છે. તે પહેલા તેમણે ટ્‌વીટ કરીને ઘાયલ જવાનોના જલદી સ્વસ્થ થવાની કામના કરતા અને શહીદોના પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરતા કહ્યું કે છત્તીસગઢમાં નક્સલીઓ સાથે લડતા શહીદ થયેલા આપણા બહાદુર સુરક્ષાકર્મીઓના બલિદાનનું નમન કરું છું.

રાષ્ટ્ર તેમની વિરતાને ક્યારેય ભૂલશે નહીં. મારી સંવેદના તેમના પરિવાર સાથે છે. અમે શાંતિ અને પ્રગતિના આ દુશ્મનો વિરુદ્ધ અમારી લડાઈ ચાલુ રાખીશું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના લગભગ ૬ થી ૭ વર્ષના કાર્યકાળમાં નક્સલીઓએ શનિવારે મોટી ઘટનાને અંજામ આપ્યો. આ નક્સલી હુમલામાં ૨૨ જવાનો શહીદ થઈ ચૂક્યા છે. જ્યારે ૩૧ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. એક જવાન હજુ પણ ગૂમ છે. જવાનની શોધમાં હેલિકોપ્ટર અને યુએવી મોકલવામાં આવ્યા છે.

સુકમા-બીજાપુર વચ્ચેની સરહદ પર જવાનો અને નક્સલીઓનો સામનો સામનો થયો. અહીંના એક જંગલમાં ગોરનાગુડા-ટેકલગુડાની પહાડીઓ વચ્ચે ૬૦૦થી વધુ નક્સલીઓએ જવાનોને એમ્બુશમાં ફસાવ્યા અને તેમના પર ઘાતક હથિયારોથી હુમલો કર્યો.

આ અગાઉ સુરક્ષાદળોને જાેનાગુડાની પહાડીઓ પર મોટી સંખ્યામાં નક્સલીઓ ભેગા થયા અને ડેરો જમાવ્યો હોવાની માહિતી મળી હતી. આવામાં શુક્રવારે રાતે સીઆરપીએફના કોબ્રા કમાન્ડો, બસ્તરિયા બટાલિયન અને એસટીએફના લગભગ ૨૦૦૦ જવાનોએ જાેઈન્ટ ઓપરેશન શરૂ કર્યું. નક્સલીઓએ ૭૦૦ જવાનોને ત્રણ તરફથી ઘેરીને ફાયરિંગ કર્યું અને આ ઘટનામાં મોટી સંખ્યામાં જવાનો શહીદ થયા.

જ્યારે ૩૧ જેટલા હજુ પણ ઘાયલ છે. ઘાયલોમાંથી ૨૪ જવાનોની સારવાર બીજાપુરમાં ચાલી રહી છે જ્યારે ૬ જવાન રાયપુર રેફર કરાયા છે. છત્તીસગઢના તર્રેમ વિસ્તારના સિલગેરના જંગલોમાં શુક્રવારે નક્સલીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.