Western Times News

Gujarati News

જતિન સાથેની જાેડી તૂટવાનું લલિત પંડિતને આજે પણ દુઃખ

મુંબઈ: બોલિવુડની સુપરહિટ સંગીતકાર બેલડી જતિન અને લલિત પંડિતે રચેલી ધૂનો આજે પણ સંગીત પ્રેમીઓને ડોલાવી રહી છે. લોકો આજે પણ બંને ભાઈઓની જાેડીના સુપરહિટ ગીતો ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’, ‘જાે જીતા વહી સિકંદર, યસ બોસ, કુછ કુછ હોતા હૈ, જબ પ્યાર કિસી સે હોતા હૈ અને પ્યાર તો હોના હી થા’ લોકો આજે પણ ભૂલ્યા નથી. પરંતુ વર્ષ ૨૦૦૬માં બંને ભાઈઓએ અલગ થવાનો ર્નિણય લીધો અને પછી બંનેનું જીવન જ બદલાઈ ગયું. હવે, લલિત પંડિતે પોતાના ભાઈથી અલગ થવા અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. જતિન-લલિત બેલડીમાં નાનાભાઈ લલિત પંડિતે ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, આ ર્નિણય અમે બંને ભાઈઓ માટે એ ર્નિણય ઘણો મુશ્કેલ હતો. ‘જતિન-લલિત એક ઘણી મોટી બ્રાન્ડ હતી અને એ ફિલ્મ ‘ફના’ પછી તૂટી ગઈ. ફનાનું મ્યૂઝિક એ વર્ષના સૌથી શાનદાર મ્યૂઝિકમાંથી એક હતું. હકીકતમાં, અમે અમારા કરિયરમાં ક્યારેય પાછા નથી પડ્યા. અમે અલગ થઈ ગયા, પરંતુ જતા-જતા અમે એક શાનદાર મ્યૂઝિક ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આપ્યું છે. જેમ કે ‘ફના’નું ‘ચાંદ-સિફારિશ’. જાેવામાં આવે તો મારા હાથમાં બધા ગીતો હિટ રહ્યા. હું સાથે જ એ પણ કહેવા માગું છું કે, ભલે જતિન-લલિત અલગ થઈ ગયા, પરંતુ તેમનું સંગીત ચોક્કસ ઉંચાઈ સુધી પહોંચશે. લલિત આગળ કહે છે કે, અમે બંને ભાઈઓ માટે એ ઘણો મુશ્કેલ સમય હતો કે આટલી મોટી બ્રાન્ડને તોડીને ફરીથી શરૂઆત કરવી. પરંતુ, મને વિશ્વાસ હતો કે હું એ કરી શકું છું અમને મને જતિન-લલિત સંગીતમાં મારા યોગદાનની ખબર હતી અને હું જાણતો હતો, હું તેને કરીશ. ચોક્કસ, મને એ કામ પર ગર્વ છે, જે પણ મેં જતિન સાથે કર્યું છે. અમે જે કોઈ ફિલ્મો કરી છે, બધી શાનદાર રહી છે. અલગ થયા બાદ એ ઘણું મુશ્કેલ હતું, પરંતુ મને ખાતરી હતી કે, હું એ કરી શકીશ. મને ખુશી છે કે લોકોનો પ્રેમ મળ્યો અને સાથે જ મેં નવા-જૂના બંને લોકો સાથે કામ કર્યું છે. જણાવી દઈએ કે, લલિતે કન્પોજ કરેલા દબંગ ફિલ્મના ગીત ‘મુન્ની બદનામ હુઈ’ને ઈંગ્લેન્ડમાં ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન (ડીએફઈ)માં સ્કૂલમાં ભારતીય મ્યૂઝિકલ રેફરન્સ માટેની યાદીમાં સામેલ કરાયું હતું. લલિતે આ અંગે જણાવ્યું કે, ‘આ સમાચાર સાંભળી મને ઘણું આશ્ચર્ય થયું છે.’ ઘણા ઓછા જાણે છે કે, આ ગીતની ધૂન લલિતે કોઈ ફિલ્મ માટે નહોંતું કન્ફોઝ કરી, પરંતુ તેને આશા હતી કે, તેનો ઉપયોગ કોઈ મોટી ફિલ્મમાં થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.