Western Times News

Gujarati News

કોરોનાએ તોડ્યાં આજ સુધીનાં તમામ રેકોર્ડ, દેશમાં ૨૪ કલાકમાં ૧.૦૩ લાખથી વધુ કેસ

નવીદિલ્હી: દેશમાં કોરોનાવાયરસનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે આજે તો તેમા રેકોર્ડબ્રેક કેસનો આંક નોંધાયો છે. આપને જણાવી દઇએ કે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧.૦૩ લાખથી વધુ કેસ સામે આવ્યા છે. આ પહેલા સૌથી વધુ કેસ ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૦ નાં રોજ નોંધાયા હતા. આ દરમિયાન ૯૭,૮૫૬ કેસ નોંધાયા હતા.
ભારત સહિત વિશ્વનાં ૧૮૦ થી વધુ દેશો કોરોનાવાયરસનાં પ્રકોપમાં આવી ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ કેસનાં મામલે હવે દુનિયાભરમાં ભારત અમેરિકા અને બ્રાઝિલથી આગળ દેખાઇ રહ્યુ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરાનાનાં ૧.૦૩ લાખથી વધુ નવા કેસ નોંધાયા છે.

આ પહેલા આટલા કેસ ક્યારે પણ નોંધાયા નથી. વળી એક્ટિવ કેસ ૭.૩૦ લાખે પહોંચી ગઇ છે. મહારાષ્ટ્રની જાે વાત કરીએ તો અહી હાલમાં કોરોનાવાયરસે સૌથી વધુ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ કરી દીધુ છે. અહી છેલ્લા ૨૪ કલાકમાં ૫૭,૦૭૪ કેસ નોંધાયા છે. જેમાં કુલ ૨૨૨ લોકોનાં મોત થયા છે. જેમાં કુલ કેસ હવે ૩૦ લાખને પાર નોધાયો છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ ૨૭,૫૦૮ નોંધાયો છે. એટલે કે આટલા દર્દીઓ ઠીક થઇને ઘરે પરત ફર્યા છે. હાલ એક્ટિવ કેસ ૪.૩૦ લાખની સપાટીએ દેખાઇ રહ્યો છે.

દેશનાં ૧૮ રાજ્યોમાં કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. જેમા મહારાષ્ટ્ર સૌથી ઉપર છે. વળી આ કોરોનાવાયરસનાં વધતા કેસ વચ્ચે અનેક રાજ્યોમાં આંશિક લોકડાઉન કરવામાં આવેલ છે. જણાવી દઇએ કે, દેશમાં કુલ કેસ સવા કરોડને પાર પહોંચી ગયા છે. ભારત સિવાય હવે પાડોશી દેશ બાંગ્લાદેશમાં પણ કોરોનાએ પોતાનો કેર શરૂ કરી દીધો છે. વધતા કોરોનાનાં કેસનાં કારણે બાંગ્લાદેશની સરકારે સોમવારથી સમગ્ર દેશમાં લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. પેસેન્જર ટ્રેન કે ઘરેલુ ફ્લાઇટ્‌સ ત્યાં દોડશે નહીં જાે કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ ચાલુ રહેશે. બાંગ્લાદેશ સરકારે એમ પણ કહ્યું છે કે જાે લોકડાઉનનાં આ ૭ દિવસમાં પણ જાે કોરોનાને નિયંત્રિત કરી શકાશે નહી, તો આ પ્રતિબંધો હજી પણ આગળ વધી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.