Western Times News

Gujarati News

બંગાળ અને કેરલમાં મતદારોએ જંગી મતદાન કર્યું : અનેક સ્થળોએ મારામારીની ઘટના

Files Photo

નવીદિલ્હી: પશ્ચિમ બંગાળ આસામ તમિલનાડુ કેરલ અને પોડિચેરીમાં વિધાનસભા ચુંટણી માટે મતદાન યોજાયુ હતું આ વખતેના મતદાનમાં મતદારોમાં અલગ જ જાેશ જાેવા મળી રહ્યાં હતાં. બંગાળમાં મતદારોએ ભારે મતદાન કર્યું હતું સરેરાશ ૭૦ ટકા જેટલું મતદાન થયું હતું જયારે પોડિચેરીમાં ૬૫ ટકા મતદાન થયું હતું.બંગાળમાં ત્રીજા તબક્કાની ૩૧ બેઠકો માટે મતદાન થયું હતું

જયારે આસામમાં ત્રીજા અને અંતિમ તબક્કાની ૪૦ બેઠકો પર મતદાન થયું હતું. આ ઉપરાંત તમિલનાડુની ૨૩૨,કેરલની ૧૪૦ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પોડિચેરીની ૩૦ બેઠકો માટે મતદાન થયું હતું. ચુંટણી પંચના સુત્રોના જણાવ્યા અનુસાર આસામમાં ૬૦.૪ ટકા,કેરલમાં ૬૦ ટકા પોડિચેરીમાં ૬૫ ટકા અને તમિલનાડુમાં ૫૫.૦૧ ટકા મતદાન થયું હતું.

આજે યોજાયેલ મતદાનમાં અભિનેતા રજનીકાંતે ચેન્નાઇમાં વિધાનસભા ચુંટણી માટે મતદાન કર્યું હતું.જયારે મેટ્રો મેન ઇ શ્રીધરને પોન્નાનીમાં વિધાનસભા ચુંટણીમાં મતદાન કર્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ, ડીએમકેના અધ્યક્ષ એમ કે સ્ટાલિન, તેમની પત્ની પુત્ર ઉદયનિધિએ ચેન્નાઇની એસઆઇટી કોલેજ ખાતે મતદાન કર્યું હતું.એઆઇએડીએમકેના નેતા બાબુ મુરૂગાવેલે ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિનની વિરૂધ્ધ ચુંટણી પંચમાં ફરિયાદ દાખલ કરાવી છે

તેમણે ઉદયનિધિ પર પાર્ટીના લોગોની સાથે શર્ટ પહેરવાનો આરોપ લગાવ્યો છે. જયારે બંગાળમાં ભાજપના એજન્ટે ફરિયાદ કરી છે કે તેમને બુથ પર મત આપવાની મંજુરી આપવામાં આવી ન હતી. આ ચુંટણીમાં મુખ્યમંત્રી પલાનીસ્વામી અને ડીએમકે પ્રમુખ એમ કે સ્ટાલિનના ભાગ્યનો નિર્ણય થયો છે.

જયારે પોડિચેરીમાં હાલમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે આ પહેલા અહીં કોંગ્રેસની સરકાર હતી આ વખતે રાજયમાં યુપીએ અને એનડીએ વચ્ચે ટકકર છે. જાણિતા અભિનેતા વિજય સાયકલ પર સવાર થઇ મતદાન કરવા માટે ગયા હતાં. કેન્દ્રીય મંત્રી વી મુરલીધરને તિરૂવનંતપુરમના ઉલલોરમાંં કોટ્ટારમ બુથ પર મતદાન કર્યું હતું. તમિલ ફિલ્મ અભિનેતા ચંદ્રમોલી અને અંજના રંગને તમિલનાડુ વિધાનસભા ચુંટણીમાં પોતાનો મત નાખ્યો હતો. ફિલ્મ કલાકાર કમલ હાસને પણ મતદાન કર્યું હતું.કેરલ તમિલનાડુ અન પોડિચેરીમાં સવારે નવ વાગ્યા સુધી મતદાનની ગતિ ધીમી રહી હતી

જેમ દિવસ ચઢતો ગયો તેમ તેમ તેમાં તેજી જાેવા મળી હતી. કન્નુર બુથ પર મુખ્યમંત્રી પિનારાઇ વિજયને પણ મતદાન કર્યું હતું બંગાળમાં ટીએમસીના નેતા ડેેરેક ઓ બ્રાયને કહ્યું કે ભાજપના ગુડાઓએ ઉમેદવાર સુજાતા મંડલ પર હુમલો કર્યો છે. તેમાં તેમના સુરક્ષા કર્મચારીને પણ ઇજા થઇ છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે સીઆરપીએફના જવાન મુકદર્શક બની રહ્યાં છે. આરામ બાગમાં ભાજપ અને ટીએમસી કાર્યકરોની વચ્ચે અથડામણ થઇ હતી

હુગલીમાં ભારે મતદાન થયું હતું અહીં દરેક ઉમરના લોકોએ મતદાનમાં ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. મહિલાઓ પણ મોટી સંખ્યામાં બુથ પર જાેવા મળી રહી હતી જયારે હુગલી જીલ્લામાં મતદાન શરૂ થાય તે પહેલા જ એક ભાજપ સમર્થકની પત્નીની કહેવાતી રીતે હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના ગોઘાટ વિસ્તારમાં બની હતી.આ ઉપરાંત પનકુઆના બુથ નંબર ૧૪૩થી હંગામો થયો હોવાના અહેવાલો છે.ભાજપે આરોપ લગાવ્યો છે કે

ટીએમસીના લોકો મહિલાઓને મતદાન કરવા દેતા નથી અનેક મતદાન કેન્દ્રો પર સૌથી પહેલા મતદાન કરનારા અને વૃધ્ધ નાગરિકોને સફેદ અને લાલ રંગનો ગમછા જેવું પારંપરિક કપડુ આપવામાં આવ્યું હતું અને અનેક જગ્યાએ વૃક્ષના છોડ આપવામાં આવ્યા હતાં.તમિલનાડુમાં પણ ૩,૯૯૮ ઉમેદવારોનું ભાવી મતદારોએ ઇવીએમમાં સીલ કર્યું છે.

આસામમાં કોકરાઝારમાં પણ મતદારોમાં ઉત્સાહ જાેવા મળ્યો હતો અહીં વૃધ્ધો અને મહિલાઓએ ભારે સંખ્યામાં મતદાન કર્યું હતું. પોડિચેરીમાં ૩૨૪ ઉમેદવારોનું ભાવી ઇવીએમ મશીનમાં સલ થયું છે. પ્રદેશમાં કુલ ૧૫૫૮ પોલીગ બુથ બનાવવામાં આવ્યા હતાં. આસામમાં ૩૩૭ ઉમદવારો મેદાનમાં હતાં આસામમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચુંટણી કરાવવા માટે સીએપીએફની ૩૨૦ કંપનીઓની તહેનાતી કરવામાં આવી હતી. આ ઉપરાંત દરેક કેન્દ્ર પર એક કોસ્ટેબલ અને એક હોમગાર્ડને પણ તહેનાત કરવામાં આવ્યા હતાં જેથી નિષ્પક્ષ ચુંટણીઓ યોજાય આ ઉપરાંત રાજયભરમાં સુરક્ષા કરાઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.