Western Times News

Gujarati News

વાડી રે વાડી, બોલો દલા તલવાડી જેવો ઘાટઃ પુતિને પોતાને વધુ બે ટર્મ સત્તા આપી!

રશિયાના પ્રમુખપદે પુતિન ર૦૩૬ સુધી રહેશે

(એજન્સી) મોસ્કો, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને વધુ બે ટર્મ સત્તામાં રહેવા માટેના કાયદામાં હસ્તાંતર કરીને છેક ર૦૩૬ સુધી પ્રમુખપદે ચિપકી રહેવાનો માર્ગ મોકળો કરી લીધો છે. પુતિનના ઈશારે રશિયન સંસદે પુતિનને વધુ બે ટર્મ સુધી ચૂૃંટણી લડવાનો અધિકાર આપતું બિલ પસાર કર્યુ હતુ. એ બિલ પુતિન પાસે હસ્તાક્ષર કરવા પહોંચ્યુ હતુ. પુતિને ‘પુતિન-ને ર૦૩૬ સુધી પ્રમુખપદે રહેવા માટેના કાયદામાં હસ્તાક્ષર કરી દીધા હતા.

એ સાથે જ હસ્તાક્ષર થયેલા દસ્તાવેજાે સત્તાવાર વેબસાઈટમાં મુકી દેવામાં આવ્યા હતા. પુતિનની ટર્મ ર૦ર૪માં ચૂટણી લડી શકશે અને છ વર્ષે ર૦૩૦માં ચૂૃંટણી થશે ત્યારે પણ ચૂૃટણી લડીને ર૦૩૬ સુધી સત્તામાં રહી શકશે. વ્લાદિમીર પુતિન ૧૯૯૯થી રશિયન સતાના કેન્દ્રમાં છે. ૧૯૯૯માં પ્રથમ વખત પુતિન કાર્યકારી પ્રમુખ બન્યા હતા.

એ પછી ર૦૦૦ના વર્ષથી સંપૂર્ણ ટર્મ માટે ચૂૃટાઈ આવ્યા હતા. અને ર૦૦૮ સુધી પ્રમુખપદે રહ્યા હતા. ર૦૦૮થી ર૦૧ર સુધી પ્રમુખ રહી શકે તેમ ન હોવાથી વડાપ્રધાન રહીને સત્તાનુૃ સુકાન પોતાના હાથમાં રાખ્યુ હતુ. ર૦૧રમાં ફરીથી રશિયાની પ્રમુખપદની ચૂૃટણીમાં ચૂૃંટાયા હતા. છ વર્ષી ટર્મ ર૦૧૮માં પૂરી થઈ હતી. એ વર્ષે ચૂૃૃંટણી થઈ હતી. જેમાં પુતિન ર૦ર૪ સુધી પ્રમુખપદે ચૂંૃટાઈ આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.