Western Times News

Gujarati News

૧૦મી એપ્રિલે જિલ્લાની તમામ કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

લોક અદાલતમાં ભાગ લેવા જિલ્લા કાનૂની સત્તા મંડળનો સંપર્ક કરવો.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષની સૂચના મુજબ રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ (ગ્રામ્ય) દ્વારા તારીખ ૧૦ મી એપ્રિલના રોજ જિલ્લાની દરેક કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. અને તેમાં કોર્ટમાં પેન્ડિંગ સમાધાન લાયકેસો, ફોજદારી કેસો, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ અન્વયેના ચેક બાઉન્સના કેસો, બેંકના લેણા અંગેના કેસો, વાહન અકસ્માતના કલેઈમના કેસો, મજૂરના વિવાદના કેસો, વીજ અને પાણી બિલના કેસો,

(સમાધાનપાત્ર હોય તે જ કેસો)  લગ્ન વિષયક કેસો,  જમીન સંપાદનના કેસો,  પગાર ભથ્થા અને નિવૃત્તિ લાભો બાબતેની સર્વિસ મેટરો,  દિવાની કેસો, ભાડુઆત અને મકાનમાલિક વચ્ચેના દિવાની દાવાઓ મનાઈહુકમ દાવાઓ,  સુખાધિકાર અંગેના દાવાઓ વગેરે પેન્ડિંગ કેસોમાં તથા પ્રિલીટીગેશનના કેસોમાં સમાધાનથી સુખદ નિકાલ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

તમામ પક્ષકારો તેમજ વકીલશ્રીઓ તેમજ જુદી- જુદી સંસ્થાના જવાબદાર અધિકારીઓએ આ નેશનલ લોક અદાલતમાં ભાગ લેવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ (ગ્રામ્ય‌)  તથા દરેક તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પૂર્ણકાલિન સચિવશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.