Western Times News

Gujarati News

યુવાનોમાં Brain Strokeનો ખતરો વધી રહ્યો છે : અહેવાલ

નવી દિલ્હી: જ્યારે આપણે બ્રેઇન સ્ટ્રોક કે હેમરેજની વાત આવે છે, ત્યારે સૌથી પહેલા આપણે વૃદ્ધ વ્યક્તિ વિશે વિચારીએ છીએ. પરંતુ દુનિયામાં લાખો યુવાનો બ્રેઇન સ્ટ્રોકની ઝપેટમાં આવી રહ્યા છે. એટલું નહીં આ રોગની ઝપેટમાં આવ્યા બાદ દર વર્ષે લાખો યુવાનો મોતને ભેટે છે. મહત્વનું છે કે, અમેરિકામાં દર વર્ષે લગભગ ૭૦ કે જેમની ઉંમર ૪૦ વર્ષથી ઓછી છે, તેઓ આ બીમારીની ઝપેટમાં આવી રહ્યા છે. જ્યારે મગજની કોઈ નસ અચાનક બ્લોક થઇ જાય કે ફાટી જાય તો તેને બ્રેઇન સ્ટ્રોક કહે છે. દિમાગમાં આ પ્રકારની ઘટના થતા બ્લડ સપ્લાઈ બંધ થઇ જાય છે,

જેની અસર બ્રેઇન ફંક્શન પર પડે છે. આ ખુબ જ જાેખમભરી સ્થિતિ છે. મહત્વનું છે કે, બ્રેઇન સ્ટ્રોક થવાના મોટા ભાગના કિસ્સા સવારે વહેલા થતા હોય છે. બ્રેઇન હેમરેજએ બ્રેન સ્ટ્રોકનો જ એક પ્રકાર છે. જયારે મગજ સુધી પહોંચતી નસ બ્લડ સપ્લાઈ ઓછો કરી દે તો તેને ટ્રાસીએટ એસ્કેમિક સ્ટ્રોક કહેવામાં આવે છે. મગજ સુધી બ્લડ સપ્લાઈ કરતી આ નસ બ્લોક થઇ જાય તો તેને એસ્કેમિક સ્ટ્રોક કહે છે અને જાે આ નસ ફાટી જાય

તો તેને બ્રેઇન હેમરેજ કહે છે. જે લોકોને બ્લડ ક્લોટ થવાની સમસ્યા રહે છે, તેને એસ્કેમિક સ્ટ્રોક થવાની સંભાવના વધુ રહે છે. જે લોકોને જન્મ સમયે હાર્ટ ચેમ્બર પાસે હોલની સમસ્યા રહી હોય અને તેને શરૂઆતી મહિનાઓ સુધી બંધ ન કરી શકાયું હોય તો આવા લોકોને બાદમાં બ્રેઇન સ્ટ્રોક થઇ શકે છે. જયારે રક્તવાહિનીઓની દીવાલો કમજાેર થઇ જાય છે અને તેમાં પરપોટા થાય તો તે હેમોરેજિક સ્ટ્રોક કહેવાય છે. કેટલાક લોકોને જન્મથી જ આવી સમસ્યા હોય છે, એજ બ્રેઇન સ્ટ્રોકનું કારણ બની શકે છે. ઘણા યુવાનોમાં બ્રેઇન સ્ટ્રોક થવાનું કારણ પોલિસિસ્ટિક કિડની ડિસીઝ જિનેટિક ડિસીઝ છે. માઈગ્રેન એક ન્યુરોલોજી ડિસઓર્ડર છે, જેમાં માથાનો દુખાવો થાય છે. જે બ્રેઇન સ્ટ્રોકનું કારણ બની શકે છે. જે મહિલાઓને માઈગ્રેનની સમસ્યા છે તેમણે બર્થ કંટ્રોલ પીલ્સ ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.